સીરીઝમાં ક્લીન સ્વીપ : આફ્રિકા પર ત્રીજી ટેસ્ટમાં પણ વિજય થયો

353

રાંચીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમા પણ ભારતે જીત મેળવીને નવો ઇતિહાસ સર્જ્યો છે. આ ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે ભારતે પ્રવાસી આફ્રિકા પર એક ઇનિગ્સ અને ૨૦૨ રને જીત મેળવી હતી. આની સાથે જ ભારતે વર્તમાન શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. રાંચીમાં આજે મેચના ચોથા દિવસે ભારતે જીતવા માટેની ઔપચારિકતા માત્ર બે ઓવરમાં પૂર્ણ કરી લીધી હતી. નવ મિનિટમાં જ આ બાકીના બે આફ્રિકન બેટ્‌સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્રીજા દિવસે ભારતે પ્રવાસી ટીમને ફોલોઓનની ફરજ પાડ્યા બાદ તેને મુશ્કેલીમાં મુકી દેવામાં સફળતા મેળવી હતી. ત્રીજા દિવસે જ ભારતની જીત નક્કી થઇ ગઇ હતી. કારણ કે આફ્રિકાએ ફોલોઓન થયા બાદ સંઘર્ષ કરતા કરતા આઠ વિકેટ ૧૩૨ રનમાં ગુમાવી દીધી હતી. આજે ચોથા દિવસે લુંગીગીડી આઉટ થનાર અંતિમ બેટ્‌સમેન હતો. છેલ્લી બંને વિકેટ શાહબાજ નદીમે ઝડપી હતી. ચોથા દિવસે માત્ર નવ મિનિટમાં બે ઓવરમાં મેચ ભારતે પોતાના નામ પર કરી હતી. રાંચી ટેસ્ટમાં ભારતે પહેલા બેટિંગ કરીને નવ વિકેટે ૪૯૭ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ ત્રીજા દિવસે આફ્રિકીની ટીમ પ્રથમ ઇનિગ્સમાં ૧૬૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જેથી તેને ફોલોઓનની ફરજ પડી હતી. ફોલોઓન થયા બાદ પણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં કોઇ સારી બેટિંગ કરી શકી ન હતી.

પ્રથમ ઇનિંગ્સમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આફ્રિકાને ફોલોઓનની ફરજ પાડી હતી. ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં પણ આફ્રિકાના બેટ્‌સમેનો સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા અને ઝડપથી ૧૩૨ રનમાં આઠ વિકેટ  ત્રીજા દિવસે ગુમાવી દીધી હતી. ભારતે પુણે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૧૩૭ રને હાર આપીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલીના અણનમ ૨૫૪ રન બાદ ભારતીય બોલરોના શાનદાર દેખાવના પરિણામ સ્વરુપે ભારતે આ ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પોતાના નામ ઉપર કરી હતી.

પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૫ રન પર ઓલઆઉટ થઇ ગયા બાદ દક્ષિણ આફ્રિકાને કેપ્ટન વિરાટ કોહલીએ ફોલોઓનની ફરજ પાડી હતી અને બીજી ઇનિંગ્સમાં આફ્રિકાના બેટ્‌સમેન ફરી એકવાર નિસહાય દેખાયા હતા. બીજી ઇનિંગ્સ ચોથા દિવસે અંતિમ સેશનમાં ટી બાદ પૂર્ણ થઇ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની બેવડી સદી અને મયંક અગ્રવાલના ૧૦૮ રનની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૬૦૧ રન બનાવ્યા હતા. મહેમાન દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની બે ઇનિંગ્સ ૨૭૫ અને ૧૮૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ બંને ઇનિંગ્સ મળીને પણ આફ્રિકાની ટીમ ભારતના સ્કોર સુધી પહોંચી શકી ન હતી.ટીમ ઇન્ડિયાના તમામ બોલરોએ જોરદાર દેખાવ કર્યો હતો. આફ્રિકાના બેટ્‌સમેનો મેદાન ઉપર ટકી શક્યા નહતા. જે પીચ ઉપર દક્ષિણ આફ્રિકાની ટીમ ઝડપી અને સ્પીન બોલિંગ સામે નિસહાય દેખાઈ હતી ત્યાં ભારતીય બોલરોએ શાનદાર રમત દર્શાવી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્‌સમેન  વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બની ગયો હતો. કોહલીએ ૮૧મી ટેસ્ટ મેચ રમતા ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચને જંગી અંતરથી જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી ટેસ્ટ જીતીને ભારતે ૨-૦ની લીડ બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બની ગયો હતો. કોહલીએ ૮૧મી ટેસ્ટ મેચ રમતા ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતનો જોરદાર દેખાવ સમગ્ર શ્રેણીમાં રહ્યો છે. વર્તમાન શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર રોહિત શર્માની મેન ઓફ દ મેચ અને સિરિઝ માટે પસંદગી કરવામાં આવી હતી. વર્તમાન શ્રેણીમાં રોહિત શર્માએ અનેક રેકોર્ડ સર્જ્યા હતા તે એક શ્રેણીમાં ધરખમ દેખાવ કરનાર ખેલાડીઓની યાદીમાં જોડાયો હતો.

 

Previous articleચિદમ્બરમને જામીન પરંતુ હાલ તિહારમાં રહેવુ પડશે
Next articleબેંક હડતાળ : બેકિંગ સેવાને પ્રતિકુળ અસર , લોકો હેરાન