પીએમ મોદી ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી પાર્કનું ઉદ્ઘાટન કરશે

410

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી ૩૧મી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફારી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જેમાં તાપી જિલ્લાના વન વિભાગ દ્વારા જંગલમાંથી મળેલ વેસ્ટ લાકડામાંથી વિવિધ પ્રાણીઓ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. જે આ સફારી પાર્કમાં લોકોમાં વન્ય જીવન અંગે જાગૃતિ આવે તે હેતુસર મુકવામાં આવનાર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ માં ફરવા માટેનું એક રમણીય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. જેમાં રિવર ક્રાફ્ટિંગ બાદ હવે સફારી પાર્કનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેમાં મહત્વની વાત એ છે કે આ સફારી પાર્કમાં તાપી જિલ્લાના વનવિભાગ દ્વારા જંગલમાં પડી ગયેલા અને વેસ્ટ પડી રહેલ આ પ્રકારના લાકડાઓમાંથી બનાવેલ પ્રાણીઓના અલગ અલગ સ્ટેચ્યુ અહીં સફારી પાર્કમાં મુકવામાં આવશે. આ અંગે તાપી જિલ્લા વન વિભાગના ડી.સી.એફ આંનદ કુમાર કહે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવે સફારી પાર્ક ખાતે લોકોને વન્ય જીવન અંગે માહિતી મળી રહે અને વન્ય પ્રાણીઓનું મહત્વ સમજાય તે હેતુસર આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. આ તમામ સ્ટેચ્યુ તાપીના જંગલોમાંથી વેસ્ટ પડી રહેલા લાકડામાંથી બનાવવામાં આવ્યા છે.

જંગલોમાંથી સૌપ્રથમ આવા વેસ્ટ લાકડાઓને એક જગ્યાએ એકઠા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કટિંગ કરીને કારીગરો દ્વારા વિવિધ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. જેમાં સિંહ ,વાઘ ,દીપડો, મોર, ચિત્તો, ગેંડો અને અન્ય ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

 

Previous articleજામનગર : ડેંગ્યુથી છ વર્ષની બાળા સહિત બેના મોત
Next articleશાસ્ત્રીની સ્કુલની મુલાકાત લઇ અપાયેલી ભાવાંજલિ