ભાવનગર રેન્જ આઈ.જી.પી અશોકકુમાર યાદવ, તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડતથા મહુવા નાયબ પોલીસ અધીક્ષક આર.એચ.જાડેજા નાઓએ મહુવામાં શાંતી અને સલામતી જળવાય રહે તે માટે શરીર સબંધી કેસો માં સંડોવાયેલ માથાભારે શખ્સો વિરૂધ્ધમાં હદપારી/પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવા સુચના કરવામાં આવેલ હોય જે સુચના મુજબ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ.મિશ્ર ના સીધા સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ પો.કોન્સ.અજયસિંહ સરવૈયા તથા રાહાભાઈ કામળીયા તથા જયેશભાઇ શિયાળ એ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રાણઘાતક હથીયારો સાથે નિકળી માણસોની જીંદગી જોખમમાં મુકી ઇજા પહોચાડતા રાજીવરાજ ઉર્ફે ભોલો બખાડી હિતેષભાઇ દાણીધરીયા ઉવ.૨૦ રહે. વિશ્વાસનગર,
બ્લોક નં ૬૫, મહુવાવાળા વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશન માં મારામારી ના ગુન્હા નોઘાયેલ જે ગુન્હાનું રેર્કડ તથા પાસા ના કાગળો તૈયાર કરી ભાવનગર જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી.તરફ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ જે દરખાસ્તનો જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ એ સંર્પુણ અભ્યાસ કરી મજકુર ને પાસા અટકાયતમાં લેવા અને ભુજ મધ્યસ્થ જેલ માં મોકલી આપવા તા.૨૨/૧૦/૨૦૧૯ હુકમ જારી કરેલ હતો
આજરોજ મહુવા પો.સ્ટે.ના પો.ઈન્સ. ડી.એમ.મિશ્ર સાહેબ તથા ડી સ્ટાફ મહુવા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાજીવરાજ ઉર્ફે ભોલો બખાડી હિતેષભાઇ દાણીધરીયા ઉવ.૨૦ રહે. વિશ્વાસનગર, બ્લોક નં ૬૫, મહુવા જી.ભાવનગર વાળો ગાંધીબાગ પાસે ઉભો છે. જેથી તુરતજ ત્યાં જઇ મજકુરને પકડી લઇ મહુવા પો.સ્ટે. લાવી પાસા અટકાતમાં લઇ હુકમની બજવણી કરી ભુજ મધ્યસ્થ માં મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.