મેમન સમાજના ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનાને વખોડતા કોંગ્રેસના મનહર પટેલ

471

ભાજપા સરકારનુ ઇરાદા વગરનુ શાસન ભાવનગરની ભુમિને ભરખી ગયુ છે, લોકો ઘર – બહાર કે ધંધાના સ્થળ પર સુરક્ષિત નથી.ભાવનગરને ભાંગવા પાછળ જવાબદાર બે કારણો એક ભાજપાનુ ૨૫ વષઁનુ બુટલેગર શાસન અને અંધ ભકતગણની તાળી મનહર પટેલ   અહિના મેમન સમાજના પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ ઉપર થયેલ જીવલેણ હુમલાની હુ ઘોર શબ્દોમા નિંદા કરુ છુ અને ગૃહ રાજય મંત્રી પોતાની વહીવટી નિષ્ફળતાની પારાશીશી સ્વીકારે.નવા ઉદ્યોગગૃહો લાવવા કરોડોના ખચેઁ ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ યોજે છે અને બીજી બાજુ કોઇ આકષઁણ કે લાભોના પ્રલોભન વગર ભાવનગરમા ઉદ્યોગગૃહો કાયઁરત છે તેના ઉદ્યોગ માલિકોની ઉપર સરેઆમ ખુની હુમલા થઇ રહ્યા છે…અને આવા કારણોથી જ દિવસે – દિવસે ભાવનગરમાથી ધંધાથીઁઓ ભાવનગર છોડી રહ્યા છે , જે અંગે સરકાર આંખ મિચામણા કરી રહી છે, રાજયની બેશરમ ભાજપા સરકારની આથી મોટી નિષ્ફળતા બીજી કઇ હોય શકે. જીભ ઉપર રામ રાખીને સતા મેળવી લ્યો છો તેમ રુદીયામા રામ રાખી લુખ્ખાઓ ઉપર પગલા ભરો તેમ કોંગ્રેસના પ્રવકતા મનહરભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Previous articleભાવનગર સેન્ટ્રલ સોલ્ટ દ્વારા વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ યોજાયો
Next articleમાથાભારે શખ્સને પાસામાં ભુજ જેલ હવાલે કરતી મહુવા પોલીસ