ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કોટીક્સ પદાર્થોની હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા પોલીસ સબ ઈન્સ. એચ.એસ.ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે વિજયસિંહ ઉદયસિંહ જાડેજા ઉ.વ. ૬૩ રહેવાસી શેરી નંબર ૨, નવી ગરાસીયા વાડ વડવા ભાવનગર વાળાના રહેણાંકી મકાને નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુર આરોપીના રહેણાંકી મકાનમાંથી ચરસ ૫૦ ગ્રામ તથા ગાંજાના પડીકાં -૧૬ તથા બીજો છૂટો ગાંજાનો જથ્થો મળી આવેલ જે ચરસ તથા ગાંજાનો જથ્થો કબ્જે કરી મજકુર આરોપી સામે એનડીપીએસ એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્સ. એચ. એસ. ત્રિવેદી સાહેબે ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન હ્લજીન્ ભાવનગર ના અધિકારી આર.સી. પંડ્યા દ્વારા નાર્કોટિક્સ પદાર્થોનું સ્થળ પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.