ભાવનગર શહેરમાં દિવાળીને એ માત્ર ગણતરીના દિવસો જ આડા રહ્યા છે. તેને લઈ ઘોઘાગેઈટથી લઈને મુખ્ય બજાર રોડ, ગોળબજાર, વોરાબજાર, શેલારશા, બજારોમાં ખરીદી કરવા આવતા લોકોને સલામતી માટે આજરોજ ડીવાયએસપી મનીષ ઠાકર દ્વારા બજારમાં રા.ન્ડ અપ કરવામાં આવ્યું હતું. દિવાળી સુધી બજારોમાં ભારે ભીડ હોવાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા એ.ડીવીઝન સ્ટાફ સાથે મુખ્ય બજારોમાં રાઉન્ડ અપ કરાયો હતો.