અનિડા ગામના આફતગ્રસ્તોને વસ્ત્રદાન કરાયું

1263
bvn1932018-6.jpg

ભાવનગરના પાલિતાણાના અનિડા ગામથી વાઘેલા પરિવારની જે જાન ટાટમ જઇ રહી હતી અને કાળના ચક્રમાં ફસાતાં ૩૯ જાનૈયાઓને કાળને ભરખી ગયો તેમાં અનિડા ગામના ૧૯ લોકોનો પણ સમાવેશ થાય છે. તેમાં પણ આઘાતજનક વાત તો એ છે કે આ ગામની કુલ વસ્તી ૧૪૦ લોકોની છે . તેમાં થયેલા ભયંકર અકસ્માતમાં ૧૯ લોકોના મોત થયા છે.
અનિડા ગામની વસ્તી ઓછી હોવાથી ગામ નિર્જન જેવું લાગે છે. આ ગામમાં ખેતી કે અન્ય ધંધા-રોજગાર પણ થઈ શકતો નથી હોવાથી પહેલાથી જ ગામના ૭૦થી વધુ લોકો તો અન્ય સ્થળે જતા રહ્યાા છે. આ અંગે જાણવા મળતી વિગતોનુસાર ગામમાં વાઘેલા પરિવારના ૩૦થી ૩૨ સભ્યો રહે છે. ગરીબ અને સાદગીભયોૅ આ પરિવાર પણ કાળની થપાટે ચઢતાં બધુ તહસનહસ થઇ ગયું અને ભરપાઇ ના થઇ શકે તે હદનો વજ્રાઘાત સહન કરવાનો વારો આવ્યો. આ કરૂણાંતિકાને લઇ રાજયમાં સૌ કોઇની આંખો નમ અને ગમગીન છે. બીજી બાજુ, ગોઝારા અકસ્માતને લઇ અનિડા ગામમાં જબરદસ્ત સન્નાટા વચ્ચે શોકનો માતમ પથરાયો છે. ઉલ્લેખનીય છે કે, રંઘોળા ગામ પાસે સજૉયેલા આ ગમખ્વાર અકસ્માતમાં વરરાજા વિજયના પિતા પ્રવીણભાઇ, માતા પ્રભાબહેન, દાદી જીણીબહેન છગનભાઇ વાઘેલાનું મોત નીપજયા છે. ગઇકાલે વિજયના મોટાભાઇ અને બહેનના લગ્નપ્રસંગ યોજાયા હતા અને આજે વિજયના લગ્ન હતા પરંતુ લગ્ન સમયે ઘરનું એકપણ વડીલ સભ્ય હાજર રહી શકયા નહીં ત્યારે આ પરિવાર ઉપર આવેલ આઘાતના સહ ભાગી બની સિહોર અને સુરતના વડીલો અને યુવાનો દ્વારા અનિડા ગામમાં જઇ સાડી અને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleબાળઉછેર માટે પાવરકિડ્‌ઝ પ્લે સ્કુલ પ્રયત્નશીલ
Next articleતન સાથે મનની પણ કસોટી થાય તેવી જીવ સેવાનું સદ્દકાર્ય કરતી ‘અર્હમ’ સંસ્થા