શાહરૂખખાન અને કંગનાની જોડી પ્રથમ વખત જ ચમકશે

361

પોતાની જીરો ફિલ્મ  ફ્લોપ રહ્યા બાદ શાહરૂખ ખાન પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. જો કે તેને પણ હવે લોકપ્રિયતામાં ટકી રહેવા માટે એક હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. તે હવે એક ફિલ્મમાં કંગના સાથે જોવા મળી શકે છે. બિનસત્તાવાર હેવાલ મુજબ સંજય લીલા બંનેને ચમકાવવા માટે તૈયાર છે. કિંગ ખાન શાહરૂખ ખાન હવે કંગના રાણાવત સાથે જોડી જગાવી શકે છે. બંનેને સાથે લઇને ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે.  કંગના રાણાવતને પોતાની ફિલ્મમાં લેવા માટેનો સંકેત સંજય લીલા દ્વારા આપવામાં આવ્યો છે. જ કે કંગનાએ આ હેવાલને હજુ સુધી સમર્થન આપ્યુ નથી.   સંજય લીલા પ્રથમ વખત આ જોડીને એક સાથે ચમકાવવા જઇ રહ્યા છે. શાહરૂખ ખાને કહ્યુ છે કે કંગના જો ફિલ્મમાં રહેશે તો વધારે સારી બાબત રહેશે. કંગનાની એક્ટિંગ કુશળતાથી તમામ લોકો પ્રભાવિત છે. તે બોલિવુડમાં મોટી સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. શાહરૂખ ખાન અને સંજય લીલા ૧૬ વર્ષ અગાઉ ફિલ્મ દેવદાસમાં સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ ઓસ્કારમાં સ્થાન મેળવી ગઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાને યાદગાર ભૂમિકા અદા કરી હતી. હવે શાહરૂખખાનને લઇને સંજય લીલા ફરી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ સંબંધમાં કિંગ શાહરૂખ ખાને માહિતી આપતા કહ્યુ છે કે સંજય લીલા દ્વારા તેને બે પટકથા આપવામાં આવી છે. જે પૈકી કઇ પટકથા પર ફિલ્મ બનાવવામાં આવનાર છે તે બાબત હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. શાહરૂખે કહ્યુ છે કે તે સંજય લીલાની સાથે ચોક્કસપણે કામ કરવા માટે ઇચ્છુક છે. છેલ્લા મહિનામાં કેટલાક પ્રોજેક્ટ પર વાત થઇ છે. પરંતુ ડેટને લઇને સમસ્યા અકબંધ રહી છે.

Previous articleબેંકના એકીકરણના વિરોધમાં કર્મચારીઓની એક દિવસીય હડતાલ
Next articleહાલમાં સિંગલ હોવાનો અંતે સેક્સી ગૌહરે કરેલ ઘટસ્ફોટ