પ્રદેશ ભાજપાની શુભેચ્છા મુલાકાત લેતાં જાપાનના એમ્બેસીના રાજકીય સલાહકાર

943
gandhi1452017-5.jpg

આજ રોજ જાપાન એમ્બેસીના રાજકીય બાબતોના મિનિસ્ટર હિદેકી અસારી તેમજ એડવાઈઝર મિનામી નિશિમુરાએ ભાજપા પ્રદેશ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્‌ ખાતે આ શુભેચ્છા મુલાકાતમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પ્રદેશ અગ્રણી જયનારાયણભાઈ વ્યાસ તથા પ્રદેશ મીડીયા કન્વીનર ડો. હર્ષદ પટેલ સાથે જાપાનના પ્રતિનિધિઓએ રાજકીય બાબતો, ભાજપ સંગઠન, રાજ્યના વિકાસ સંબંધિત બાબતો અંગે વાતચીત કરી હતી.

Previous articleગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદે વિષ્ણુભાઇ પંડયાની નિમણૂંક કરાઈ
Next articleએક સમાન કર માળખા અંગેનો ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો ૧લી જૂલાઈથી અમલ કરાશે