બે બાઇક સામસામે અથડાતા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

387

રાજુલા-વાવેરા રોડ પર રાત્રીના સમયે બે મોટર સાયકલ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. રાજુલા તાલુકાના દેવકા ગામના કાળુ કાનાભાઇ સોલંકી (ઉ.વ.૨૨) અને કૈલાશ કાનાભાઇ (ઉ.વ.૧૮)ના મોટર સાયકલ સાથે રાજુલાના સંજય ગોવિંદભાઇ મકવાણા (ઉ. વ.૨૩) અને સોહિલ મહમદભાઇ બેલીમ (ઉ.વ.૨૨)ના બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇકનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતની આ ઘટનામા કાળુ કાનાભાઇ સોલંકી અને સંજય ગોવિંદભાઇ મકવાણાનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજા પામેલા કૈલાશબેન કાનાભાઇ અને સોહિલ બેલીમને સારવાર માટે પ્રથમ રાજુલા દવાખાને અને વધુ સારવાર માટે ત્યાંથી ભાવનગર દવાખાને ખસેડવામા આવ્યા હતા. ઘટનાની જાણ થતા ૧૦૮ની ટીમ પણ દોડી ગઇ હતી. અહીંના સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક યોગેશભાઇ કાનાબારે ઘટનાસ્થળે દોડી જઇ બંને યુવકની લાશને દવાખાને પહોંચાડી હતી.

ઘટનાની જાણ થતા ધારાસભ્ય અંબરીશભાઇ ડેર પણ અહીં દોડી આવ્યા હતા.

Previous articleપ્રેમમાં નડતા પતિને મારવા પત્નીએ પ્રેમી સાથે મળી પ્લાન ઘડ્યો, પ્રેમી-પતિ બંનેના મોત
Next articleટ્રેનની અડફેટે બે મહિલા અને બાળકી સહિત ત્રણના મોત