ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા શિશુવિહાર દર વર્ષે એક કવયિત્રીનું સ્વ. રીતાબહે ભટ્ટ પારિતોષિક અર્પણ કરે છે. જે આ વર્ષે તળાજાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રક્ષા શુક્લને અર્પણ થયું છે. જે એમના સમગ્ર કાવ્યસર્જનને અનુલક્ષીને આપવામાં આવ્યો છે. થોડા સમય પૂર્વે જ એમને રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કારવિભૂષણ સન્માન’ પ્રાપ્ત થયું હતું. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજિત કાર્યક્રમમાં મળેલું સન્માન એમના કાવ્યસંગ્રહ ‘આલ્લે લે’ માટે અર્પણ થયું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત ‘આલ્લે લે’ કાવ્યસંગ્રહને વાચકો અને વિવેચકોએ પોંખ્યો છે. કુમાર ટ્રસ્ટનું શ્રીમતી કમલા પરીખ પારિતોષિક પણ શ્રી રક્ષા શુક્લને મળી ચુક્યું છે. આકાશવાણીના રાષ્ટ્રીય કવિસંમેલનમાં પણ એમની પસંદગી થઈ છે.