દિલીપ સંઘાણીએ પિતાજીનું દેહદાન કરીને સામાજિક દાયિત્વ નિભાવ્યું

358

અમરેલીને યાદ કરતાં દિલીપ સંઘાણીને એટલા માટે યાદ કરવાં પડે કે તેઓ માત્ર સહકારી ક્ષેત્રના કાર્યકર્તા નથી પણ રચનાત્મક વિચારધારાથી પુલકિત સામાજિક કાર્યકર્તા પણ છે .અદના માણસથી આભે આંબેલા સુધીનાનો જીવંત સંપર્ક કેવી રીતે જાળવી શકાય તેની કેમેસ્ટ્રી તેની પાસેથી શીખવી પડે.તાજેતરમાં તા. ૨૧ -૧૦ -૧૯ ના રોજ તેમના પિતાજી સ્વ. નનુભાઈ સંઘાણી નું ૯૪ વર્ષની વયે નિધન થયું. દિલીપભાઈએ તેમના પિતાજીનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો એટલું જ નહીં તેની વિધિ પણ રાત્રે જ કરી કોઈની જીવનવ્યવસ્થાને કશી ક્ષતિ ન પહોંચે તેનો ખ્યાલ રાખ્યો. એટલું જ નહીં કોઈ શોક વ્યક્ત કરવાની વિધિનો પણ નિષેધ કરવામાં આવ્યો. ભાવનગરથી બ્લડ બેન્કે અમરેલીની સંસ્થાઓ સાથે સંકલન કરીને બેસણાના દિવસે પ્રસાર, પ્રચાર કરવા વિનંતી કરતા દિલીપભાઈ પોતાના પરિવાર તરફથી તે દિવસે બેઠક વ્યવસ્થા પણ ફાળવી, સૌને અપીલ કરવામાં આવતાં. ત્યાં ઉપસ્થિત લોકો પૈકી ૧૮ વ્યક્તિઓએ દેહદાન કરવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો.

દિલીપભાઈ સંઘાણીનું પરિવાર આજે પણ એક સંયુક્ત કુટુંબમાં રહે છે.પાંચ ભાઈઓના વિશાળ વડલા જેવા કુટુંબમાં આજે પણ તેઓ બધા એક જ રસોડે જમે છે. આ અંગેની વાત કરતાં દિલીપભાઇ કહે છે કે મારા માતૃશ્રી સ્વ.શાંતાબાની  જ્યાં સુધી હાજરી  હતી .ત્યાં સુધી  કૌટુંબીક નેતૃત્વ તેઓ સંભાળતાં હતા .તેમના તા.૪ -૪ -૧૯ ના અવસાન પછી આ જવાબદારી મારા માત્તૃસ્વરૂપા પુ. ભાભી સંભાળી રહ્યા છે. માતૃશ્રી ધાર્મિક પ્રવૃત્તિઓ સતત કરતાં રહેતાં.તેઓએ એક વખત અઢીસો શુદ્ધ ઘીના ડબ્બા વપરાય તેવો એક મોટો યજ્ઞ પણ  કરાવેલો, એટલું જ નહીં રામ કથા, ભાગવત, દેવી ભાગવત સહિતના પારાયણ તેમણે પોતાની હાજરીમાં સંપન્ન કરાવેલાં આ ભાવના આજે પણ અમારા સૌમા ટકી રહી છે”.સ્વ.ને નમન.      દિલીપ સંઘાણીની રાજકીય કારકિર્દીમાં અનેક તડકા છાંયા આવ્યાં. પરંતુ તેઓ આજે પણ અમરેલી જિલ્લા સહિતના લોકોમાં હૃદયસ્થ છે. અત્રે યાદ રહે કે દિલીપ સંઘાણી જ્યારે સાસંદ હતાં ત્યારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને સાથે રહેતાં હતાં.

વેળાવદર(તખુભાઈ સાંડસુર)

Previous articleતળાજાના રક્ષા શુક્લને સ્વ. રીટાબહેન ભટ્ટ પારિતોષિક
Next articleલાખાવાડ ઝોળ પ્રાથમિક શાળામા રંગોળી સ્પર્ધા યોજાઈ