લાખાવાડ ઝોળ પ્રાથમિક શાળામા રંગોળી સ્પર્ધા યોજાઈ

467

ઉમરાળા તાલુકામાં આવેલ લાખાવાડ ઝોળ પ્રાથમિક શાળામાં નૂતન વર્ષ નિમિતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી. જેમા શાળા નાં ધોરણ ૧ થિ ૫ નાં બાળકો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળામા અગાઉ અભ્યાસ કરીને ગયેલ વિદ્યાર્થીનીઓ પણ નાની બાલિકાઓ નો ઉત્સાહ  વધારવા હાજર રહી. કુલ ૭ ગ્રુપ બનાવવામાં આવેલ . જેમાંથી સુંદર રંગોળી બનાવનાર ડાંગર કિજલબેન નાં “પ્રેરણા ગ્રુપ “નો પ્રથમ નંબર આવેલ જેને શાળાના આચાર્ય દ્રારા પુરસ્કાર આપવામા આવેલ. આ કાર્યક્રમ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકો નાં વાલીઓ તથા એસ એમ સી નાં સભ્યો એ ઉપસ્થિત રહી બાળકો નો ઉત્સાહ વધારેલ .

Previous articleદિલીપ સંઘાણીએ પિતાજીનું દેહદાન કરીને સામાજિક દાયિત્વ નિભાવ્યું
Next articleભાણેજને ઘરે બોલાવી બે મામાએ પાવડાના હાથાથી મારી ટાકાંમાં નાખી દીધો