સિહોર ઔદ્યોગિક ક્ષેત્રે જિલ્લામાં આગવું સ્થાન ધરાવે છે અહીં ના ઉધોગો ગુજરાત નહિ પણ ભારત ભરમા પ્રચલિત છે જેમાં ખાસ કરીને સ્ટીલ રોલિંગ મિલ હાલ સિહોરમા ઘણા સમયથી સર્કલનો બિઝનેસ ફુલોફાલ્યો છે ત્યારે આ સર્કલ ઉત્પાદકોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે આ રોલિંગ મિલોમા બનતા સરિયા સિહોરથી અન્ય શહેરોમાં સપ્લાય થાય છે ત્યારે આ સરિયા મોટા વાહનોમા ભરવામાં આવે છે ત્યારે આ વાહનોની સાઈઝ કરતા સરિયાની સાઈઝ લાંબી હોવાથી વાહનોની બહાર સરિયા લટકતા જોવા મળેછે ત્યારે ટ્રક પાછળ કોઈ રિપ્લેક્ટર કે લાઈટો લગાવેલી ન હોવાથી અકસ્માત સર્જાય છે અને અકસ્માતો સર્જાય બાદ તંત્ર દ્વારા થોડો ટાઈમ ચેકીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવતા નથી. બેરોકટોક આવા વાહનો સિહોર હાઇવે પર જોવા મળે છે. જ્યારે સર્કલ બનાવતા એકમો દ્વારા પણ કોઈ સેફટીના નિયમોનું પાલન થતું જોવા મળતું નથી કેમકે સર્કલ કટિંગ નો જે વેસ્ટ નીકળે છે તે ખુલ્લા વાહનોમા વાહન સાઈઝ કરતા ડબ્બલ સાઈઝમા સર્કલ વેસ્ટ ભરાય છે જે અતિ જોખમી હોય છે કારણ કે આ વેસ્ટના કટકા જે રૂટ પર ભરેલું વાહન પસાર થાય તે રૂટ પર વેરાતા જાય છે અને આ વેસ્ટ ના કટકા ની ધાર પણ તીક્ષ્ણ હોય છે મોટાભાગે વેસ્ટ ટ્રેકટરમા જ ભરાય છે ત્યારે અન્ય વાહનો બાઈક,ફોરવહીલ આ રૂટ પર પસાર થાય ત્યારે આ વેસ્ટ ના કેટલા વાહનો ના ટાયર મા ખૂંચી જાય છે પરિણામે વાહનો ના ટાયર પંચર થાય અથવા ટાયરજ ફેલ થાય છે મોંઘીદાટ કાર કે બાઈક ના ટાયરો ના ભાવ ખૂબ ઉંચા હોવાથી સરવાળે નુકશાન નિર્દોષ વાહન ચાલકોએ વેઠવું પડેછે માટે વહેલી તકે આવા વાહનો પોલીસે ડિટેઇન કરવા જોઈએ અન્યથા ખુલ્લો વેસ્ટ લઈ જતા વાહનો પર કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.