જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે ગુરૂવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા જ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો સારા દેખાવ માટેના દાવા કરી રહ્યા છે. પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા રાજકીય પક્ષોની સાથે સાથે બંને રાજ્યોના લોકો અને કારોબારીઓની પણ ઉત્સુકતા વધી ગઇ છે. ચૂંટણી પરિણામની સીધી અસર શેરબજારમાં પણ જોવા મળનાર છે. બંને રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર રહેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકાર રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં વાપસી કરી શકશે કે કેમ તેને લઇને ચર્ચા છે. જો કે એક્ઝિટ પોલના તારણ મુજબ તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતી સારી બનેલી છે. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ જ વાસ્તવિક સ્થિતીને જાણી શકાશે. આગામી પાંચ વર્ષ બંને રાજ્યોમાં કોની સરકાર રહેશે તે ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થઇ જશે. બંને રાજ્યોમાં અપેક્ષા કરતા ઓછુ મતદાન ૨૧મી ઓક્ટોબરના દિવસે થયુ હતુ. જેથી ભારતીય જનતા પાર્ટીની ચિંતા ચોક્કસપણે વધી છે. બંને સરકાર સાથે શાસન વિરોધી પરિબળ છે કે કેમ તેની માહિતી પણ આવતીકાલે જ મળી જશે. બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ ૨૧મી ઓક્ટોબરના દિવસે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા જે મુજબ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને સત્તામાં વાપસી કરવાના સંકેત આપવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર અને હરિયાણા બંનેમાં બહુમતિનો આંકડો એક્ઝિટ પોલમાં આપવામાં આવ્યા બાદ ભાજપની છાવણીમાં ખુશીનુ મોજુ છે. બીજી બાજુ કોંગ્રેસ અને અન્ય પક્ષો આશા રાખી રહ્યા છે. પોલના મહાપોલમાં કહેવામાં આવી ચુક્યુ છે કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી ૬૭ સીટો જીતીને બહુમતિ સાથે સરકાર બનાવશે. હરિયાણામાં બહુમતિ માટેનો આંકડો ૪૬નો રહેલો છે. કુલ ૯૦ વિધાનસભા સીટ માટે હરિયાણામાં મતદાન યોજાયું હતુ. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિ આપવામાં આવ્યા બાદ વાસ્તવિક ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે. એક્ઝિટ પોલ કેટલા યોગ્ય છે તે બાબત પણ આવતીકાલે જ જાણી શકાશે. સીવોટરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીને ૭૨ સીટો મળી શકે છે જ્યારે રિપબ્લિક જન કી બાતમાં જણાવવામાં આવ્યું હતુ કે, ભાજપને ૫૭ સીટો મળી શકે છે. ન્યુઝ એસએક્સમાં જણાવવામાં આવ્યું હતુ કે, ભાજપને ૭ સીટો મળી શકે છે. ટાઈમ્સ નાઉના સર્વેમાં જણાવવામાં આવ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ૫૪ ટકાથી વધુ મત મેળવીને રેકોર્ડ સફળતા મેળવી રહી છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ૫૪.૨૦ ટકા મત મળી રહ્યા છે જ્યારે કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનને ૨૯.૪૦ ટકા મત મળી રહ્યા છે. અન્યોને ૧૬.૪૦ ટકા મત મળી રહ્યા છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટાઇમ્સ નાઉના કહેવા મુજબ ૨૩૦ સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને જોરદાર નુકસાન થઇ શકે છે. આ ગઠબંધનને માત્ર ૪૮ સીટો મળી શકે છે. આવી જ રીતે આ ગઠબંધનને ૨૯.૪૦ ટકા મત મળી શકે છે. અન્યોને ૧૬.૪૦ ટકા મત મળી શકે છે.હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ૧૦ બેઠકો જીતી લીધી હતી અને ૫૮.૨૧ ટકા મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ૪૮ પૈકી ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ૫૧.૩ ટકા મત મેળવ્યા હતા. એકબાજુ હરિયાણામાં ૬૨થી ૬૫ ટકા વચ્ચેનું મતદાન થયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં ૫૪થી ૫૮ ટકા વચ્ચે મતદાન થયું હતું.
૨૯.૪૦ ટકા મત મળી શકે છે. અન્યોને ૧૬.૪૦ ટકા મત મળી શકે છે.હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ૧૦ બેઠકો જીતી લીધી હતી અને ૫૮.૨૧ ટકા મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ૪૮ પૈકી ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ૫૧.૩ ટકા મત મેળવ્યા હતા. એકબાજુ હરિયાણામાં ૬૨થી ૬૫ ટકા વચ્ચેનું મતદાન થયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં ૫૪થી ૫૮ ટકા વચ્ચે મતદાન થયું હતું.મતદાનની સાથે જ હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૦૪ મહિલા ઉમેદવાર સહિત ૧૧૬૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે આવતીકાલે તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો થનાર છે. જેમાં કેટલાક મોટા માથા પણ છે. હરિયાણામાં ૧.૮૩ કરોડ મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હરિયાણામાં ૯૯ લાખ પુરુષો અને ૮૫ લાખ મહિલા મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ ભારે ઉત્સાહ વચ્ચે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હરિયાણામાં ૧૬૩૫૭ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં ૨૮૧ વિધાનસભા સીટ માટે તેમના પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટી કાઢવા માટે ૮.૯ કરોડ મતદારો પૈકી આશરે ૫૫ ટકાથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગક કરવા બહાર નિકળ્યા હતા. મતદાન શરૂ થતાની સાથે જ ૨૩૫ મહિલા ઉમેદવાર સહિત ૩૨૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મતદારોની સુવિધાને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં કુલ ૯૬૬૬૧ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. પરિણામને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.