ખેડૂતોને દિવાળીની ભેંટ : ઘઉંના MSPમાં ૮૫ રૂપિયાનો વધારો

1482

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં ઘઉં માટેના લઘુત્તમ સમર્થન મુલ્યમાં ૮૫ રૂપિયાનો વધારો ક્વિન્ટલદીઠ કરવામાં આવ્યો હતો જ્યારે કઠોળની કિંમતમાં ક્વિન્ટલદીઠ ૩૨૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. ઘઉં અને કઠોળના એમએસપીમાં વધારો કરીને સરકારે ખેડૂતોને દિવાળીના પ્રસંગ પર મોટી રાહત આપી દીધી છે. મોદીના નેતૃત્વમાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એમએસપી એવા રેટ તરીકે છે જે આધાર પર સરકાર ખેડૂતો પાસેથી અનાજની ખરીદી કરે છે. કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ખેડૂતોની આવકને વધારવાના હેતુસર કેબિનેટે વર્તમાન નાણાંકીય વર્ષ માટે પાકના એમએસપીમાં વધારો કર્યો છે. રબી (શિયાળાના પાક) માટે એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ ઘઉંના એમએસપીમાં ક્વિન્ટલદીઠ ૮૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦ના રવિ પાક માટે ઘઉંના એમએસપીમાં ૮૫ રૂપિયાનો વધારો કરાતા કિંમત ક્વિન્ટલદીઠ ૧૯૨૫ રૂપિયા થઇ ગઇ છે. ચાલુ પાક વર્ષ માટે અન્ય પાક માટે પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે રવિ પાક માટે એમએસપી વધારવાનો નિર્ણય કરીને ખેડૂતોને મોટી રાહત આપી દેવામાં આવી છે.

કઠોળના ઉત્પાદનને વધારવાના હેતુસર મસુદના સમર્થન મુલ્યમાં ક્વિન્ટલદીઠ ૩૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ કિંમત વધીને ૪૮૦૦ રૂપિયા પ્રતિક્વિન્ટલ થઇ ગઇ છે જે ગયા વર્ષે ૪૪૭૫ રૂપિયા સુધી હતી. આવી જ રીતે ચણા માટે એમએસપીમાં ૨૫૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ વર્ષે તેની કિંમત પ્રતિક્વિન્ટલ ૪૮૭૫ રૂપિયા થઇ ગઇ છે. ગયા વર્ષે આની કિંમત પ્રતિક્વિન્ટલ ૪૬૨૦ રૂપિયા હતી. તેલિબિયાની વાત કરવામાં આવે તો તેમાં પણ ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે સનફ્લાવર માટેની સમર્થન મૂલ્યની કિંમતમાં ૩૭૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ તેની કિંમત પ્રતિક્વિન્ટલ ૫૨૧૫ રૂપિયા સુધી મોકલવાના છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલા રવિ પાક માટે એમએસપી સરકારની ફાર્મ પ્રાઇઝ એડવાઈઝરી બોડી સીએસીપીની ભલામણના આધાર પર એમએસપી જાહેર કરવામાં આવ્યા છે. ઘઉંને મુખ્ય રવિ પાક તરીકે ગણવામાં આવે છે જેની વાવણી આગામી મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. આગામી વર્ષે એપ્રિલ મહિનાથી પાક બજારમાં આવશે. ઘઉં, કઠોળની સાથે સાથે જવના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. તેના એમએસપીમાં ક્વિન્ટલદીઠ ૮૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવતા કિંમત વધીને ૧૫૨૫ રૂપિયા થઇ છે જે ગયા વર્ષે પ્રતિક્વિન્ટલ ૧૪૪૦ રૂપિયા હતી.

Previous articleJKમાં સેનાને મોટી સફળતા, ગજવત ઉલ હિંદનો કમાન્ડર હમીદ લલહારી ઠાર
Next articleBSNL-MTNLના મર્જરની જાહેરાત