વલભીપુર તાલુકાના નવાણિયા ગામની નવાણિયા પ્રા. શાળા માં પર્યાવરણ ની યોગ્ય જાળવણી અંતર્ગત ઈકોક્લબ પ્રવૃત્તિ માં શાળાના આચાર્ય વિનોદ સિંહ ચૌહાણ તેમજ શાળાના શિક્ષકો અને બાળકો એ સરસ કામ કરેલ છે. એક બાળ એક ઝાડ મુજબ ઓગસ્ટ માસે ૧૦૮ વ્રુક્ષો નુ જાળવણી/ઉછેર ના સંકલ્પ સાથે વ્રુક્ષારોપણ. ત્યારબાદ આપણુ ઔષધીય વ્રુક્ષ સરગવો, ના બી લાવી આચાર્ય, શિક્ષકો, બાળકો એ મળી શાળા ના કીચન ગાર્ડન માં કોથળી ઓ માં સરગવા ના બી વાવી ૧૦૮ સરગવા ઉછેરી ગામના વાલીઓ/ગ્રામજનો ને તા.૨૨/૧૦/૧૯ ના રોજ શાળામાં બોલાવી ૧૦૮ સરગવા છોડ નુ વિતરણ કરાયું, જે સરગવા ના ગુણો અને તેનો ઉછેર/જાળવણી ના સંકલ્પ પણ કરાવાયા.