લોકસભાની ચૂંટણીના હાકલા પડકારા વાગી રહ્યાં છે ત્યારે દેશમાં વિકાસ માટે કામ કરતા સંસ્થા નીતિ આયોગના ચેરમેન હાલમાં ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાતના વિકાસ માટે આ સંસ્થા દ્વારા ફંડની ફાળવણી કરવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નીતિઆયોગના ચેરમેન રાજીવ કુમારની બેઠક યોજાઈ ગઈ. જેમાં ગુજરાત લઈને મહત્વની યોજનાઓ અને તેની પાછળના ખર્ચ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ, ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ, શિક્ષણ ક્ષેત્રે સુધારણા, સ્વાસ્થ્ય ક્ષેત્રે જરૂરિયાતો અને પાણી સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકની સમાપ્તિ પછી પત્રકારો સાથેની વાતચીતમાં નીતિ આયોગના ચેરમેન ડો રાજીવ કુમારે કહ્યું હતું કે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી સાથે કોસ્ટલ ઈકોનોમિક ઝોન વિકસાવવા પહેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવી, આ ઉપરાંત ગુજરાતમાં ખેત પેદાશોના ટેકાના ભાવ અંગે પણ ચર્ચા થઈ.
ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે નીતિ ઘ઼ડવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ઉપરાંત ગુજરાતમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય વિશે બહું અવકાશ છે, ગુજરાતમાં ક્ષેત્રોમાં પાછળ છે આવા સંજોગોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારણા ખૂબ જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ સુધારા કરવા જરૂરી છે. જો કે ક્ષેત્રે રાજ્યસરકાર સ્થિતિને જોઈને નિર્ણય લઈ શકે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે જરૂરી છે.ડો. રાજીવ કુમારે વધુંમાં કહ્યું હતું કે ગુજરાતમાં નીતિ આયોગની રચના થઈ જ નથી. નાના કદના નીતિ આયોગનું ગઠન કરાશે. હાલમાં સ્ટેટ પ્લાનિંગ કમિટી કાર્યરત છે. હોદ્દાની રૂએ સીએમ રૂપાણી તેના અધ્યક્ષ છે. જો કે ઉપાધ્યક્ષ વિશે મૌન જાળવવામાં આવ્યું હતું.ડો. રાજીવ કુમારે રાજ્યદીઠ નાના-નાના નીતિ આયોગ બનાવવા આયોજન પર ભાર મૂક્યો હતો.