સિહોરના ખારી ગામે માતા પુત્ર અને પુત્રી તળાવમાં ડૂબતા ત્રણેયના મોત

597

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખારી ગામના તળાવ માં માતા સહિત પુત્ર પુત્રી ડૂબ્યા, ત્રણેયના મોત, પુત્રીને બચાવવા જતા પુત્ર અને માતા પણ મોતને ભેટી, ભારે અરેરાટી મચી જવા પામી છે.

પ્રાથમિક વિગતો મુજબ સિહોર ના ખારી ગામે ખેતીકામ કરતા નરશીભાઈ રાઠોડ ના પત્ની નયનાબેન ઢોર ચરાવવા માટે તલાવપાસે ગયેલ ત્યારે પોતાની પુત્રી માયા ઉવ.આ ૪ તથા પુત્ર લાલો ઉવ.આ ૨ પણ સાથે ગયેલ હોય તેમાં કોઈ કારણોસર તળાવ પાસે પગ લપસતા તથા એક બીજાને બચાવવા જતા ત્રણેય પાણીમાં ડૂબી જતાં મોત નિપજેલ ત્યારે નાના એવા ખારી માં અરેરાટી વ્યાપી ગયેલ જાણે કોળી પરિવાર પર આભ ફાટ્યું ત્રણેય ની તાલુકા મથકના અધિકારીઓ ની હાજરી માં માતા ,પુત્રી તથા માસૂમ પુત્ર ની લાશ બહાર કાઢતા રાઠોડપરિવારના હૈયાફાટ રુદન સાથે ત્રણેય ની લાશો સિહોર ષ્ઠરષ્ઠ માં પી.એમ અર્થે લાવવામાં આવી હતી

વર્ષો પહેલા ની ઘટના ફરી બની ખારીના આહીર સમાજના રાયમલભાઈ તથા ભનાભાઈ બન્ને ના કુલ ૫ બાળકો ખારીના તળાવમાં ડૂબી જતાં નાના એવા ખારી ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ત્યારે વર્ષોબાદ ફરી ઘટના ઘટતા લોકો ચોકી ગયા હતા ત્યારે મોડી સાંજે પી.એમ થયા બાદ એકજ પરિવારના બે બાળકો તથા માતાની અર્થીઓ નીકળતા ગમગીની છવાઈ ગઈ હતી.

Previous articleદિવાળીના તહેવારને લઈ એસ.ટી. દ્વારા વધારાની ૮૦ બસો ફાળવાશે
Next articleમલ્લિકા શેરાવતના જન્મદિને નિમિત્તે બધા ચાહકો તરફથી શુભેચ્છા