અનિલ કુંબલે શ્રેષ્ઠ કોચ, પણ કોહલીને ખટકતા હતા : વિનોદ રાય

488

વિનોદ રાયે આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનિલ કુંબલે શ્રેષ્ઠ કોચ હતા અને જો તેમના કરારમાં મુદત વધારવાનો નિયમ હોત તો તે વધારવામાં આવતો. વિનોદ રાયે કહ્યું કે ‘અનિલ કુંબલે તે સમયે સર્વશ્રેષ્ઠ કોચ હતા. તેમના કરારમાં મુદત વધારવાનો નિયમ હોત તો એવું જ કરતા. હું અનિલ કુંબલેને ખૂબ માન આપું છું.

વિનોદ રાયે વધુમાં જણાવ્યું હતું કે, અનિલ કુંબલેના મુદ્દે તેણે વિરાટ કોહલી સાુથે મોબાઇલ પર વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બર્મિંગહામમાં સચિન અને સૌરવ ગાંગુલીને મળ્યો હતો. આ મુદ્દે મેં તેની સાથે લાંબી ચર્ચા કરી. આ બંનેએ અનિલ કુંબલે અને વિરાટ કોહલી સાથે વાત કરી. મેં સચિનને કહ્યું હતું કે તે?વિરાટ સાથે વાત કરી લે. હું વિરાટને જાણતો ન હતો, પરંતુ તેમની સાથે વાત કર્યા પછી મને લાગ્યું કે વિરાટ કોહલી અનિલ કુંબલેને કોચ તરીકે રાખવા માટે જરાય રાજી નહોતો.

વિનોદ રાયે વાત કરતાં કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે જો હું સૌરવ ગાંગુલી અને સચિન જેવા મોટા ખેલાડી વિરાટ કોહલી સાથે વાત કરશે તો કંઈક નવું થશે. પરંતુ હાલમાં જ ગાંગુલીએ મને જણાવ્યું કે તેમણે વિરાટ કોહલી સાથે વાત કરી હતી. હવે તમે જ કહો કે જો વિરાટને સચિન અને ગાંગુલી જેવા મહાન ખેલાડી મનાવી ન શકે તો હું કેમ મનાવી શકત?

Previous articleવરૂણ ધવન ટુંક સમયમાં જ લગ્ન કરે તેવી પૂરી સંભાવના
Next articleઅન્ડર-૧૯ ક્રિકેટ વિશ્વકપનો કાર્યક્રમ જાહેર, ભારતની પ્રથમ મેચ શ્રીલંકા સામે રમાશે