ચિલોડા સર્કલે નાકાબંધી કરી ૧૦ પેટી દારૂ સાથે બે આરોપી પકડ્‌યા

1098
gandhi2032018-4.jpg

રાજસ્થાન-હરીયાણા તરફથી ગુજરાતમાં લાવવા હિંમતનગર-ચિલોડા હાઇ-વે જાણીતો છે. પરંતુ દારૂ ભાગ્યે જ પકડાય છે. ત્યારે એસઓજી, એલસીબી તથા આર આર સેલ દારૂ પકડવા લાગતા ચિલોડા પોલીસની પોલ ખુલી ગઇ હતી અને કામગીરી દેખાડવી પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે. ત્યારે હિંમતનગર તરપથી આવી રહેલી કારમાં દારૂ લવાતો હોવાની બાતમી પીએસઆઇ ટી આર રાઠવાનાં ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ દિપકકુમારને મળતા ધણપ પાટીયા વોચ ગોઠવી કાર રોકવા ઇશારો કરતા ચાલકે કાર ભગાવી મુકી હતી. પીએસઆઇ રાઠવાએ પીઆઇ એલ ડી વાઘેલાને જાણ કરતા પીઆઇની ટીમે ચિલોડા સર્કલે નાકાબંધી કરીને કારને ઝડપી લીધી હતી. કારમાં સવાર બે શખ્સો પોલીસને જોઇને ભાગ્યા હતા.
જેમાં એક શખ્સ પાસેનાં ખાડામાં ખાબકતા ઝડપાઇ ગયો હતો અને બિજાને પોલીસે પીછો કરીને ઝડપી લીધો હતો. ધવલ ખુશાજી સોલંકી (રહે પતરાળી ચાલી, મેઘાણીનગર) તથા પવન રવિન્દ્રસિંહ તોમર (રહે ઘાંચીની ચાલી, અમદાવાદ)ને ઝડપીને કારમાં તપાસ કરતા પાછળની ડીકીમાંથી ક્રેઝી રોમીયો વ્હીસ્કી બ્રાન્ડનો રૂ.૩૦ હજારની કિંમતનો ૧૨૦ બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે દારૂ, કાર તથા મોબાઇલ મળીને કુલ રૂ. ૧.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Previous articleરાજયમાં નીતિ આયોગની રચના થઈ નથી : રાજીવ કુમાર
Next articleલણણી સમયે જ કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતાતુર