માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ઇન્ફોસીસના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ અને શેરમાં કરવામાં આવેલા કારોબારને લઇને ગેરરીતિના આક્ષેપ બાદ ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. ઇન્ફોસીસના ઇન્સાઇડર ટ્રેડિંગમાં આક્ષેપોનો દોર શરૂ થતાં ખળભળાટ મચી ગયો છે. એમ માનવામાં આવે છે કે, ઇન્ફોસીસના કેટલાક લોકોએ ચોક્કસ હેતુસર આંકડાઓને વધુ દર્શાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં ગંભીર પ્રકારના આક્ષેપો સપાટી ઉપર આવી રહ્યા છે. વિસ્લેબ્લોવર આક્ષેપોના સંદર્ભમાં બીએસઈ મામલે તપાસ શરૃ થઇ છે. બુધવારના દિવસે અગ્રણી શેરબજાર બીએસઈ દ્વારા આઈટીની મહાકાય કંપનીને કેટલીક સુચનાઓ આપી હતી જે પૈકી કંપની સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ તરત જ કોઇ ખાતરી કે માહિતી કેમ આપવામાં આવી ન હતી તે અંગે ખુલાસો કરવા કહેવામાં આવ્યું છે. ઇન્ફોસીસ બોર્ડની સામે કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંપનીમાં ટોપ મેનેજમેન્ટના લોકો ગેરરીતિ દર્શાવીને સ્થિતિને હળવી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેના ઓડિટરો પાસેથી માહિતીને છુપાવવામાં આવી રહી હતી. પત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના પોઇન્ટને પુરવાર કરવા માટે રેકોર્ડ કરવામાં આવેલી વાતચીત અને ઇ-મેઇલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેબી દ્વારા ટ્રાઇઝસેન્સેટીવ માહિતીના સંદર્ભમાં જાહેર કરવા માટે કેટલાક નિયમો બનાવેલા છે.
ચોક્કસ સમયગાળાની અંદર કંપનીના શેર ધારકોને માહિતી આપવાની રહે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા માર્કેટ સર્વિલાન્સ સિસ્ટમ મારફતે ડેટા મેળવવાની પ્રક્રિયામાં રહે છે. ૨૨મી ઓક્ટોબરના દિવસે ઇન્ફોસીસના શેરમાં ૧૬ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. સેબી અને બીએસઈ દ્વારા ઉંડી તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે.