ઇન્ફોસીસને લઇને સેબી અને બીએસઈ દ્વારા ઉંડી તપાસ શરૂ કરવામાં આવ્યા બાદથી ઇન્ફોસીસના શેરને લઇને મોટાભાગના બ્રોકરેજ ખુબ જ સાવધાન થઇ ગયા છે. ટોપ બ્રોકરેજ હાઉસ દ્વારા ઇન્ફોસીસના શેરને લઇને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. આ બ્રોકરેજ દ્વારા ઇન્ફોસીસના શેરમાં રોકાણને લઇને સાવચેતી રાખવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકામાં સોમવારના દિવસે અને ભારતમાં મંગળવારના દિવસે તપાસનો શરૂ થયા બાદથી મોર્ગન સ્ટેઇન્લી, જેફરી અને નૌમુરા જેવી અગ્રણી સ્થાનિક કંપનીઓ અને વિદેશી કંપનીઓ આક્ષેપોને લઇને સાવધાન છે અને ઇન્ફોસીસના શેર મામલામાં હોલ્ડની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જાપાનમાં નાણાંકીય મહાકાય કંપની નૌમુરાનું કહેવું છે કે, ફરિયાદોમાં સતત વધારો થઇ રહ્યો છે. ફરિયાદોના કારણે અનિશ્ચિતતા વધી ગઈ છે. કન્ટ્રોલની બાબતને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ઇન્ફોસીસના મામલામાં તપાસ શરૂ થયા બાદથી રેટિંગ મામલે રિલાયન્સ, મોર્ગન, નૌમુરા, નિર્મલ બેંગ સહિતની કંપનીઓએ સાવચેતીપૂર્વકનું વલણ અપનાવ્યું છે. મોર્ગન સ્ટેઇન્લી કંપનીમાં રહેલા જાણકાર લોકોનું કહેવું છે કે, કંપનીઓ દ્વારા હાલમાં ખુબ સાવચેતીપૂર્વકનું વલણ અપનાવવા પાછળ કારણ રહેલા છે. બુધવારે ઇન્ફોસીસના શેરમાં ઇન્ટ્રા ડે દરમિયાન ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ત્યારબાદ ૧૨ ટકાનો રિવર્સ દોર રહ્યો હતો. મંગળવારના દિવસે કંપનીના શેરમાં ૧૬ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. તેની સામે ફરિયાદોને લઇને વિગત સપાટી ઉપર આવ્યા બાદથી ઇન્ફોસીસની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. અમેરિકામાં કંપનીઓ દ્વારા તેની સામે કેસ કરાયો છે.