સેંસેક્સ ૩૮ પોઇન્ટના ઘટાડા સાથે બંધ : તીવ્ર વેચવાલી રહી

1351

શેરબજારમાં આજે નકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. ફાઈનાન્સિયલ, આઈટી અને ઓટો કાઉન્ટરમાં વેચવાલી વચ્ચે નકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ નબળી સ્થિતિ રહી હતી. અલબત્ત ભારતી એરટેલે જોરદાર વાપસી કરી હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૧૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ગયા બાદ ભારતી એરટેલે વાપસી કરી હતી. વોડાફોન આઈડિયાના શેરમાં ૨૩ ટકા સુધીનો ઘટાડો આજે નોંધાયો હતો. બીએસઈ સેંસેક્સમાં ૩૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૯૦૨૦ નોંધાઈ હતી. ભારતી એરટેલના શેરમાં ત્રણ ટકાથી વધુનો સુધારો થયો હતો. યશ બેંકના શેરમાં ૬ ટકાની આસપાસનો ઘટાડો નોંધાયો હતો.બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમમાં ૫૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૩૩૯ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૨૦૪ રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ નકારાત્મક રહી હતી. આજે કારોબાર દરમિયાન બીએસઈમાં ૨૬૧૯ શેરોમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૩૮૨ શેરમાં મંદી અને ૧૦૭૪ શેરમાં તેજી રહી હતી. ૧૬૩ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૨૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૦.૧૯ ટકા રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં રિયાલીટી સિવાય તમામ શેરમાં મંદી રહી હતી. નિફ્ટી રિયાલીટીમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. પ્રાઇવેટ બેંકના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંકમાં ૩.૪૫ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૨૨૮ રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં આજે કારોબારના અંતે નવી ઉંચી સપાટી રહી હતી. આ શેરમાં આજે ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. અન્ય હેવીવેઇટ ગણાતા એચસીએલ ટેકનોલોજી, એશિયન પેઇન્ટ્‌સના શેરમાં પણ તેજી રહી હતી. એચસીએલ ટેકના શેરમાં બે ટકાનો ઉછાળો કારોબારના અંતે રહ્યો હતો. બીજી બાજુ એમટીએનએલના શેરમાં આજે કારોબાર દરમિયાન પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. કેબિનેટમાં ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે તેના મર્જરની યોજનાને મંજુરી આપવામાં આવ્યા બાદ તેના શેરમાં ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત કંપનીને વેચી મારવાની કોઇ યોજના હોવાનો કેન્દ્ર સરકારે ઇન્કાર કરી દીધો છે. કોમોડિટીના ક્ષેત્રમાં આજે તેલ કિંમતોમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૭ સેન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી બેરલદીઠ ૬૧ ડોલર રહી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં તહેવારના દિવસોમાં હજુ પણ ઉંચી સપાટી જોવા મળી શકે છે. બ્રોડર માર્કેટમાં તહેવાર પહેલા બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે. આજે આઈટીસી, મારુતિ સુઝુકી, બંધન બેંક અને ઇન્ડિગો દ્વારા તેમની કમાણીના પરિણામ જારી કરવામાં આવ્યા હતા.

Previous articleઇન્ફોસીસના શેરને લઇને ઘણી કંપની ખુબ સાવધાન
Next articleપાલીતાણા કોંગ્રેસ દ્વારા આતશબાજી કરવામાં આવી