ગુજરાત વિધાનસભાની છ પેટા ચૂંટણીના આજે પરિણામ જાહેર થતા કોંગ્રેસને ફાયદો થયો છે બાયડ,રાંધનપુર અને થરાદ બેઠક કોંગ્રેસે કબ્જે કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગેલમાં આવી ગયા છે.પાલીતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજય થતા ફટાકડા ફોડી આતશબાજી કરી વિજ્યોત્સવ મનાવ્યો હતો.