નશામાં ઘૂત કારચાલકે એએમટીએસ સ્ટેન્ડમાં ઘૂસીને અકસ્માત સર્જયો, ૩નાં મોત

388

અમદાવાદના નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં ગુરુવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નશામાં ધૂત થઈને બોલેરો કાર હંકારનાર ચાલક સીધો જ નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો. પૂર ઝડપે આવી રહેલી બોલેરો કારે સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અન્ય ચાર ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક ખસેડાયા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અનેકવાર વાહનચાલકો બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી જતા હોય છે, અને તેને કારણે ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. આવા અનેક કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે.

Previous articleપાલીતાણા કોંગ્રેસ દ્વારા આતશબાજી કરવામાં આવી
Next articleતુરખા ખાતે શહીદ વીર રાજેશભાઈ મેણીયાના શહીદ સ્મારકનું અનાવરણ કરાયું