તુરખા ખાતે શહીદ વીર રાજેશભાઈ મેણીયાના શહીદ સ્મારકનું અનાવરણ કરાયું

404

બોટાદ જિલ્લામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મેણીયાએ તેમની ફરજ દરમિયાન બુટલેગરના વાહનની પાછળ જતા સામેથી આવતા વાહનના ડ્રાઈવરે ઈરાદાપૂર્વક તેઓની સાથે અકસ્માત કરતા તેમનું મૃત્યું થયું હતું. પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ દરમિયાન મોતને ભેટેલા રાજેશભાઈ મેણીયાનું બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તુરખા ખાતે શહીદ સ્મારક્નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ પોલીસની કામગીરીને બિરદાવી શહિદ વીરના પરિવારજનોને અન્ય કોઈપણ મુશ્કેલી હોય તો વહીવટીતંત્રનો સંપર્ક કરવા તેમજ  શક્ય તમામ મદદ માટે જણાવ્યું હતું. તેમણે આ તકે ગ્રામજનોને તેમજ શાળાને તેમના ગામમાં શાહિદ વિરનું ગૌરવ લઈ શકાય તેવું સ્મારક બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ શાબ્દિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની ૨૦૧૮ ની ઓલ ઈન્ડિયા ડીજીપી કોન્ફરન્સમાં કરેલ સૂચન મુજબ શહીદ જે સંસ્થામાં અભ્યાસ કરેલ હોય ત્યાં તેમનું સ્મારક બનાવવું  જેનાથી બાળકોમાં,  સ્થાનિક લોકોમાં સ્થાનિક કક્ષાએ રાષ્ટ્રની ભાવના, દેશદાઝ પેદા થાય તેવા હેતુસર આ સ્મારકનું નિર્માણ કરી આજ તેનું અનાવરણ કરવામાં આવ્યું છે.   આ પ્રસંગે જિલ્લા કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પોલીસ અધિક્ષકસહિતના અધિકારી – કર્મચારીઓએ, આગેવાનોએ શાહિદ સ્મારકને રિથ અર્પણ કરી સલામી આપી હતી. આ તકે જિલ્લા પોલીસ બેન્ડ દ્વારા સલામી આપવામાં આવી હતી તેમજ શહીદ વીર જવાનના પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.                  આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારી – કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા…

Previous articleનશામાં ઘૂત કારચાલકે એએમટીએસ સ્ટેન્ડમાં ઘૂસીને અકસ્માત સર્જયો, ૩નાં મોત
Next articleવડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત રદ