વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત રદ

428

વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે આજે મતદાન થનાર હતું પરંતુ એક પણ સભ્ય હાજર ન રહેતા ઉપપ્રમુખ સામેની દરખાસ્ત રદ થયેલી જાહેર કરાઈ છે.

વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એમ. આઈ.પટેલ સામે કોંગ્રેસના ૭ અને ભાજપના ૧૪ સભ્યો મળી કુલ ૨૧ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે માટે ગઈ તા ૨૨મીએ મતદાન થનાર હતું પરંતુ કોંગ્રેસના અસંતુષ્ટ જૂથ તેમજ ભાજપના જૂથ પાસે દરખાસ્ત મંજૂર કરાવવા માટે ૪ સભ્યો ખૂટતા હોય તેઓ ગેરહાજર રહ્યા હતા અને મતદાન વગર દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી.

ગુરૂવારે મુલતવી રહી દરખાસ્ત ફરીથી બોલાવવામાં આવી હતી પરંતુ ઉપપ્રમુખ પાસે કોંગ્રેસના ૧૫ સભ્યો અકબંધ રહેતા તેઓ હાજર રહ્યા ન હતા. જ્યારે સામે પક્ષે દરખાસ્ત મુકનાર સભ્યો પણ ગેરહાજર રહેતા નિયમ મુજબ એક કલાકની રાહ જોયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રદ થયાનું અને તેઓ ઉપપ્રમુખ પદે ચાલુ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતુ.

 

Previous articleતુરખા ખાતે શહીદ વીર રાજેશભાઈ મેણીયાના શહીદ સ્મારકનું અનાવરણ કરાયું
Next articleપ્રવાસીઓની સેફટી શું..?!! સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે રિવર રાફટિંગ કાર્યસ્થળે યુવાન તણાયો