ખેડબ્રહ્મા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિતે અંબિકા માતાજી મંદિરે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ દ્વારા ઘસ્ટ સ્થાપન કરવામાં આવ્યું. ઉપરાંત ગત વર્ષે બનાવેલ સોનાના શ્રી યંત્ર માટે સ્વ. મહારાજ અમરસિંહ રાઠોડ અને સ્વ. રાણી સુરેન્દ્રકુમારી તરફથી જયદીપસિંહ રાઠોડે ચાંદીનું સિંહાસન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી પરસોત્તમભાઈ પટેલ, પ્રવિણસિંહ સોલંકી, મેનેજર ગનશ્યામસિંહ રહેવર સહિત માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીનો વિધિવત્ત પ્રારંભ કરાયો છે. આમ તો આસો અને ચૈત્ર માસની બન્ને નવરાત્રીનું વિશેષ મહત્વ સમાયેલું છે. રવિવારે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમિયાન શુભમુહર્તમાં મંદિરનાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને પ્રાંત અધિકારીની ઉપસ્થીતીમાં આ ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. જોકે આ ઘટસ્થાપનમાં પાંચ અનાજનાં જવેરા વાવવામાં આવે છે અને નવમાં દિવસે ઉગતાં આ જવેરાનું જોઇને ખેડૂતો માટેનું વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. અને જેટલાં જવેરાં મોટા થાય તેટલો મોટો વિકાસ થવાની માન્યતાં આ ઘટસ્થાપનમાં સમાયેલી છે.