દિવાળી કે અન્ય તહેવારો દરમિયાન સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ રાત્રીના ૮ થી ૧૦ સિવાય ફટાકડા ફોડી શકાશે નહીં

388

આગામી દિવાળીના તહેવારો દરમિયાન સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ રાત્રીના ૮.૦૦ કલાક થી ૧૦.૦૦ કલાક સિવાયના સમયમાં ફટાકડા ફોડી શકાશે નહીં તો નાગરિકોએ આ નિયમનું ચુસ્તપાલન કરીએ તે આવશ્યક છે એમ, ગુજરાત પોલ્યશન કંટ્રોલ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર સુપ્રિમ કોર્ટના જજમેન્ટ મુજબ દિવાળી કે અન્ય તહેવારો, પ્રસંગો દરમિયાન ફટાકડા, ફાયર ક્રેકર્સ દ્વારા હવા અને અવાજનું પ્રદૂષણ અટકાવવા તથા તેના નિયમન અને નિયંત્રણનો આદેશ કરાયેલ છે. ફટાકડાઓનો અવાજ તથા તેનો ધુમાડો જાહેર જનતાની તંદુરસ્તીને નુકશાન કર્તા હોવાથી જરૂરી સૂચનાઓનો ચૂસ્તપણે અમલ થાય તે જરૂરી છે. સાથે સાથે નાગરિકો પર્યાવરણ પ્રતિ જાગરૂકતા સાથે સંવેદનશીલતા લાવે તે અત્યંત અનિવાર્ય.

આગામી દિવાળીના તહેવાર દરમિયાન ધી એન્વાયર્મેન્ટ પ્રોટેકશન રૂલ્સ ૧૯૮૬ની કલમ-૮૯ લગત સામેલ શેડયુઅલ-૧માં નિર્દિષ્ટ કર્યા મુજબની મર્યાદાથી વધુ અવાજ કાઢે તેવા પ્રકારના ફટાકડાનું ઉત્પાદન તેમજ વેચાણ કરવું નહિં. અવાજના ધડાકાના કેન્દ્રથી ૪ (ચાર) મીટરના અંતરે ૧૨૫ ડેસીબલ (છ૧) અથવા ૧૪૫ ડેસીબલ (ઁદ્ભ) કે તેથી વધારે માત્રાના અવાજથી ફુટે તેવા ફટાકડાના ઉત્પાદન, વપરાશ અને વેચાણની મનાઇ ફરમાવવામાં આવે છે. સીરીઝમાં જોડે ફોડવામાં આવતા ફાયર ક્રેકર્સની ઉપર દર્શાવેલ માત્રા ૫ લોગ ૧૦ (અ) ડેસીબલની માત્રા મુજબ ઘટાડવામાં આવે તે મુજબ ગણવાની રહેશે. હોસ્પિટલ, સ્કુલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય, ધાર્મિક સ્થળો તથા સાયલન્સ ઝોન તરીકે જાહેર કરાયેલ કોઇપણ વિસ્તારની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ ફાયર ક્રેકર્સ, ફટાકડા ફોડી શકાશે નહી. તો નાગરિકો આ નિયમોનું પાલન કરે તે આવશ્યક છે.

ધી એન્વાયર્મેન્ટ પ્રોટેકશન રૂલ્સ-૧૯૮૬નો ભંગ તે પર્યાવરણ સુરક્ષાના કાયદા-૧૯૮૬ હેઠળ શિક્ષા પાત્ર ગુન્હો બને છે. તો નાગરિકોએ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વધુમાં જણાવાયું છે.

Previous articleપોતાની જવાબદારીમાં પ્રમાણિક્તા અને નિષ્ઠાપૂર્વક એક કદમ ચાલીએ એ જ સાચી દેશ સેવા છે : શિક્ષણ મંત્રી
Next articleમહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની જીત : હરિયાણામાં દુવિધા