મહારાષ્ટ્ર : પવારે એકલા હાથે ૫૪ સીટો અપાવી

1247

કોઇપણ પ્રકારની એક ચૂંટણીથી કોઇપણ પાર્ટીને ફગાવી શકાય નહીં. મરાઠા લીડર શરદ પવારની પાર્ટી એનસીપીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કરીને આ બાબત સાબિત કરી બતાવી છે. ચૂંટણીથી પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, એનસીપી માટે કોઇ વધારે સારી સ્થિતિ નથી. સ્થિતિ એ હતી કે, કોંગ્રેસની લીડરશીપે મહારાષ્ટ્રના પ્રચારમાં વધારે ઉત્સાહ દર્શાવ્યો ન હતો. પોતાની પાર્ટીના નેતાઓ ઉપર કેન્દ્રીય સંસ્થાઓના દરોડા અને પરિવારની આંતરિક લડાઈના કારણે પણ પવાર પરેશાન દેખાઈ રહ્યા હતા. જો કે, આ તમામ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે શરદ પવાર એકલા મેદાનમાં રહ્યા હતા. મરાઠા ટાઇગર તરીકે ગણાતા ૭૯ વર્ષીય શરદ પવારે એકલા હાથે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ફડનવીસ પર સીધા પ્રહારો કર્યા હતા. પવાર આગળ આવવાથી અન્ય કેટલાક પરિબળો પણ રહ્યા હતા. તેમના ગઢમાં જનતાએ તેમના પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શરદ પવારની વધી ગયેલી તાકાતનો અંદાજ આ બાબતથી જ લગાવી શકાય છે કે, તેમની પારિવારિક સીટ બારામતીથી તેમના ભત્રીજા અજીત પવાર ૧૪૦૦૦૦ કરતા વધારે મતથી આગળ રહ્યા હતા. બારામતી વિધાનસભા સીટથી તેમની સ્થિતિ સારી રહી હતી. કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ ચૂંટણી પહેલા નબળી દેખાઈ રહી હતી. છેલ્લી ચૂંટણીમાં ૪૧ સીટો એનસીપીને મળી હતી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ આ વખતે પણ અગાઉ જેવી જ રહી છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને ૪૨ સીટો મળી હતી. આનો મતલબ એ થયો કે, કોંગ્રેસની સ્થિતિ અગાઉના દેખાવ કરતા નબળી થઇ છે. ૨૦૧૪ની સરખામણીમાં કોંગ્રેસ પાર્ટીનો દેખાવ વધારે નબળો થઇ ગયો છે પરંતુ મરાઠા શરદ પવારે પોતાની પાર્ટીની સીટો વધારી નથી બલ્કે કોંગ્રેસની સરખામણીમાં સ્થિતિ પણ મજબૂત બનાવી છે. સતારા લોકસભા સીટ પર એનસીપીએ લીડ જાળવી રાખી છે. આ વખતે શરદ પવારને લઇને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. શરદ પવારના પ્રચારને લઇને પણ કેટલીક બાબતો જાહેર કરવામાં આવી છે. એકબાજુ મોદીએ આક્રમક પ્રચાર જારી રાખ્યો હતો. પવારે વરસાદી માહોલમાં પણ સતારામાં પ્રચાર કરીને પાર્ટીની સ્થિતિને મજબૂત ભૂમિકામાં લાવવામાં સફળતા મેળવી હતી.

શરદ પવારે ફરી એકવાર દિગ્ગજ નેતા હોવાની સાબિતી આપી છે. મહારાષ્ટ્રમાં એકબાજુ ભારતીય જનતા પાર્ટીનો દેખાવ પણ જોરદાર રહ્યો છે. તેને શિવસેના કરતા વધારે સીટ સતત બીજી વખત મળી છે. આ વખતે પણ સ્પર્ધા જોરદાર રહી હતી.

Previous articleઆદિત્ય ઠાકરેએ વર્લી સીટ ઉપર શાનદાર જીત મેળવી
Next articleભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા