રાજુલા-સોમનાથ નેશનલ હાઈવેના હીંડોરડાના એકમાત્ર પુલમાં ફરીવાર ગાબડું ગમે ત્યારે પુલ ખાબકશે ત્યારે કેટલી જાનહાની થશે તેનો હિસાબ કોણ આપશે ? તંત્રના અધિકારીઓ શું મોટી જાનહાનીની વાટે પુલ જોયા કરે છે. જનતાને બનાવે ઉલ્લું બનાવે છે.
આજે ચાલુ વરસાદે રાજુલા-સોમનાથ નેશનલ હાઈવે ૮-ઈ જે ફોરટ્રેક નવો બની રહ્યો છે પણ અવતારોથી ખખડધજ જર્જરીત થઈ ગયેલ હીંડોરડા ગામનો કહેવાતો પુલ વારંવાર ગાબડુ પડે છે અને જેવું તેવું સમારકામ કરી જનતાને ઉલ્લુ બનાવી ચાલ્યા જાય છે પણ આ ફોરટ્રેક રોડના બીજા કામો બંધ રાખી પહેલું કામ આ નવો બનાવવા પુલનું કામ નહીં થાય તો કોઈએ ન જોઈ હોય તેવી જાનહાની થવાની તૈયારીમાં છે અને લાગતા-વળગતા અધિકારીઓ નવો બનતો ફોરટ્રેક રોડ, કાગવદર, મીઠાપુર, દુધાળા, નાગેશ્રી, હેમાળ દરરોજ આ પુલ ઉપરથી જ નિરીક્ષણ કરવા જાય છે પણ આ પુલ ઉપરથી પસાર થાય ત્યારે આંખો બંધ કરીને પસાર થાય છે ? રાજુલા-જાફરાબાદની મહાકાય ૪-૪ કંપનીઓના ૧૦૦ ટન ભરેલ વાહનો આ પુલ પરથી જ ચાલે છે. શું તે વાહન ચાલકો તેમજ ર૪ કલાક સોમનાથ, વેરાવળ, પોરબંદર, ઓખા, દ્વારકાની એસ.ટી. બસો દોડે છે અને ક્યારે આ પુલ પરથી શું બને તે ભગવાન જાણે પણ જનતાના પરસેવાના રૂપિયા ખાતા અધધ પગારવાળા અધિકારીઓ તો જાણેે છે ને કે આ પુલ તુટ્યા પછી શું થાય ?