ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આતશબાજી કરવામાં આવી

428

ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષ પલ્ટો કરનાર ઉમેદવારોની હાર તેમજ ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારીની જીત થતાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આતશબાજી કરવામાં આવી હતી.

શહેરના ઘોઘાગેટ ખાતે એકઠા થયેલા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ ફટાકડા ફોડીને ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીતને વધાવી હતી. આતશબાજી કાર્યક્રમ અંગેત પ્રકાશભાઈ વાઘાણીએ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ વાઘાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા યદિપસિંહ ગોહિલ, પ્રકાશભાઈ બોમસીયા, કાળુભાઈ બેલીમ, પારૂલબેન ત્રિવેદી સહિતના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતાં.

Previous articleગુજરાત પેટાચૂંટણી : ભાજપ-કોંગ્રેસને ૩-૩ સીટ મળી
Next articleભાવનગર શહેર ભાજપ દ્વારા  આતશબાજી કરવામાં આવી