બોટાદ જીલ્લાના રાણપુરમાં ગીબરોડ ઉપર આવેલ બેન્ક ઓફ બરોડા પાસે જ બેન્ક દ્વારા એટીએમ બનાવવામાં આવ્યુ છે.આ એટીએમ છેલ્લા ૧ મહીના કરતા વધુ સમયથી બંધ હાલતમાં છે અને એટીએમ બહાર બોર્ડ મારીદેવામાં આવ્યા છે કે મશીન બંધ છે,એટીએમ માં રૂપીયા નથી ત્યારે ૧ મહીના કરતા વધુ સમયથી આ એટીએમ બંધ હોવાથી ખાતેદારો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.અત્યારે હાલ દીવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવા છતા એટીએમ બહાર લગાવેલા બોર્ડ હટ્યા નથી જેના લીધે બેન્ક ઓફ બરોડા ના ખાતેદારો તથા અન્ય ગ્રાહકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.હાલ ભારતીય અર્થતંત્ર દ્વારા તમામ બેન્કો માં ઢગલા મોઢે રૂપીયા આપવામાં આવ્યા છે અને હાલ તો નાણાની તંગી પણ નથી છતા પણ રાણપુર નું એટીએમ ૧ મહીના કરતા વધુ સમયથી બંધ હાલતમાં છે.જ્યારે આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા બેન્ક ઓફ બરોડાના મેનેજર સુશાંત સાથે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે એટીએમ બેન્ક ઓફ બરોડાની અંડરમાં જ આવતુ નથી અને મે લાગતા વળગતા અધિકારી સાથે અનેકવાર બંધ રહેતા એટીએમ બાબતે વાત કરી છે પણ મારૂ કોઈ સાંભળતુ જ નથી.જ્યારે એટીએમ ના સીક્યુરીટી ગાર્ડ નુ કહેવુ છે કે ૨૦ થી ૨૫ દિવસથી એટીએમ બંધ છે.એટીએમ ની બેટરીઓ ફેલ થઈ ગઈ છે અને યુપીએસ પણ બંધ થવાથી એટીએમ બંધ છે.પરંતુ એટીએમ આવતા ગ્રાહકો નું તો એવુ કહેવુ છે કે એટીએમ છેલ્લા ૩ મહીના કરતા વધુ સમયથી બંધ છે.હાલ તો આ બંધ એટીએમ ગ્રાહકો ની દીવાળી બગાડી શકે છે.એટીએમ બંધ છે,એટીએમ માં રૂપીયા નથી તેવા બહાર લગાવેલા બોર્ડ નીચે ઉતારી આ બંધ એટીએમ માં તાત્કાલિક રૂપીયા ઠાલવવામાં આવે તેવી ગ્રાહકો ની માંગ છે.