દિપોત્સવી પર્વે સુશોભન, સજાવટની ખરીદી અંતિમ ચરણમા

454

૫વિત્ર પ્રકાશ પર્વ દિપાવલી, વિર વિક્રમ સંવંતનું નૂતન વૃષ ભાઈ બીજ, લાભપંચમી સહિતના શુભ પાવન પર્વોની શહેરમાં અંતિમ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. વિક્રમ સંવંતના નવા વર્ષ ર૦૭૬ને ઉમળકાભેર વધાવવા શહેરની વિવિધ બજારોમાં ગૃહ સજાવટ તથા મહેમાનોની પરોણાગત આતીથ્ય સત્કારઅર્થે અનેક ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. વ્યવસાયી એકમોમાં દિવાળી પર્વની રજા જાહેર થવા સાથે પગાર-બોનસ મળતાની સાથે લોકો સહ પરિવાર ખર્ચ-ખરીદી માટે ઉમટી રહ્યા છે. રંગોળી માટે આકર્ષક કલર્સથી લઈને ગૃહ સજાવટના સામનની સેકંડો વેરાયટીઓ ઉપલબ્ધ છે. આ પર્વને લઈને તંત્રએ વેપારીઓને ગુમાસ્તાધારામાં પણ છુટછાટ આપી હોય મોડીરાત સુધી બજારોમાં લોકોની ખાસ્સી ભીડ જોવા મળી રહી છે.

Previous articleચોરાઉ એકટીવા મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી લેતી પોલીસ
Next articleદીપિકા પાદુકોણ ‘મહાભારત’માં દ્રૌપદી બનશે, ૨૦૨૧માં રિલીઝ થશે