તાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા અને અમદાવાદ જીલ્લા ટી.બી. સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધંધુકા વિસ્તારના પ્રાઈવેટ ડોકટરોને આરોગ્યની વિવિધ યોજનાઓ તથા ટી.બી.જાગૃતિ અને સારવાર માટેની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ. આ સેમિનારમાં જીલ્લા ક્ષય અધિકારી ડો. દિક્ષિત કાપડિયા, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ, ડો. સિરાજ દેસાઈ, ડો.દિલીપસિંહ બારડ, ડો.સંજય પટેલ આર.એમ.એસ. હોસ્પિટલનાં ડોકટરો, તાલુકાના પ્રાઈવેટ પ્રેકટીશનર ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં અમદાવાદ જીલ્લા ક્ષય અધિકારી ડો.દિક્ષિત કાપડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટી.બી. રોગ એ બેકટેરીયા દ્વારા ફેલાતો રોગ છે આ રોગથી બચવા માટે લોક જાગૃતિ કેળવાય તે જરૂરી છે. ક્ષય રોગનાં દર્દી સંપૂર્ણ સારવાર પૂરી કરે તે ખુબ જ જરૂરી છે. સરકાર દ્વારા રોગને નોટીફીકેશન રોગ જાહેર કરવામાં આવેલ છે. બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ટી.બી.રોગ નિદાન માટેનું સી.બી.નાટ મશીન ઉપલબ્ધ છે.જે દર્દીને ત્વરીત અને સચોટ નિદાન કરવામાં ઉપયોગી છે. વધુમાં સ્ટાન્ડર્ડ ટી.બી.કેર ઈન ઈન્ડિયા વિશેની સમજણ આપી દર્દીની તપાસ સારવાર તે મુજબ થાય તો ક્ષય રોગ ને ફેલાતો અટકાવી શકાય આમ, પ્રાઈવેટ ડોકટરોનાં સતત ઉમદા યોગદાન મળતુ રહે અને આરોગ્ય વિભાગ તથા પ્રાઈવેટ તબીબોનાં સંયુક્ત પ્રયાસો દ્વારા ક્ષય રોગ સામે લોકોમાં જન જાગૃતિ આવે અને ત્વરિત નિદાન સારવાર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે આ પ્રસંગે જીલ્લા રોગચાળો નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઈ દ્વારા સીઝનલ ફલુ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ અને જો આવા દર્દી જણાય તો તુરંત જ કેટેગરી પ્રમાણે સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવા જણાવેલ.
Home Uncategorized ધંધુકા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ખાનગી ડોકટરોને ટી.બી.જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું