દીપિકા પાદુકોણ ‘મહાભારત’માં દ્રૌપદી બનશે, ૨૦૨૧માં રિલીઝ થશે

444

દીપિકા પાદુકોણની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર ૩૦૦ કરોડથી વધુ કમાણી કરી હતી. રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં બાદ દીપિકાએ થોડો સમય બ્રેક લીધો હતો અને પછી તેણે ‘છપાક’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. હવે, દીપિકા ‘મહાભારત’ પર આધારિત ફિલ્મમાં દ્રૌપદીનો રોલ પ્લે કરવાની છે.ફિલ્મ પ્રોડક્શનમાં દીપિકા પ્રોડ્યૂસર મધુ મન્ટેના સાથે મળીને ફિલ્મ બનાવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટિ્‌વટર પર આ અંગેની માહિતી આપી હતી. આ ફિલ્મ મલ્ટી પાટ્‌ર્સમાં બનાવવામાં આવશે. જેનો ફર્સ્ટ પાર્ટ વર્ષ ૨૦૨૧મા રિલીઝ થશે. આ ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી બાકી છે. આ ઉપરાંત ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે, તે હજી જાહેર કરવામાં આવ્યું નથી.

Previous articleદિપોત્સવી પર્વે સુશોભન, સજાવટની ખરીદી અંતિમ ચરણમા
Next articleનેહા શર્મા બોલિવુડ ફિલ્મને લઇ હજુ આશાવાદી