વિજય હઝારે ટ્રોફી : તમિલનાડુને હરાવી કર્ણાટકે ચોથી વખત ટાઇટલ જીત્યું

426

જય હજારે ટ્રોફીના ફાઇનલમાં દિનેશ કાર્તિકની તમિલનાડુની ટીમ પર કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ ભારે પડ્યા હતા. બંન્નેએ આક્રમક બેટિંગ કરીને કર્ણાટકની ટીમે ચોથી વખત વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન બનાવી છે. વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુની ટીમે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કર્ણાટકની ટીમે ૨૩ ઓવરની રમત સુધી એક વિકેટના નુકસાને ૧૪૬ રન બનાવી લીધા હતા. ૨૩ ઓવર બાદ વરસાદને કારણે રમત રોકવી પડી હતી. ત્યારબાદ ભારે વરસાદને કારણે રમત શક્ય નબની. ખરાબ હવામાનને કારણે વીજેડી મેથડ અનુસાર કર્ણાટકે ૬૦ રનથી મેચ પોતાના નામે કરી લીધી હતી. વીજેડી મેથડ અનુસાર જીત માટે ૨૩ ઓવરમાં ૧ વિકેટના નુકસાન પર ૮૬ રનની જરૂર હતી અને કર્ણાટકની ટીમે તેનાથી ૬૦ રન વધુ બનાવી લીધા હતા.

ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા કેએલ રાહુલે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તો આફ્રિકા વિરુદ્ધ ધમાલ મચાવનાર મયંક અગ્રવાલે પણ અહીં પોતાની લય જાળવી રાખી છે. ૩૪ રન પર દેવદત્ત પડીક્કલના રૂપમાં કર્ણાટકને પ્રથમ ઝટકો લાગ્યા બાદ રાહુલ અને મયંક અગ્રવાલે અણનમ સદીની ભાગીદારી કરી હતી. બંન્નેએ ૧૧૨ રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. રાહુલ ૫૨ અને અગ્રવાલ ૬૯ રન બનાવી અણનમ રહ્યાં હતા. તમિલનાડુ તરફથી એકમાત્ર સફળતા વોશિંગટન સુંદરને મળી હતી.

Previous articleENG vs NZ: ઈજાને કારણે વિલિયમસન બહાર, ટીમ સાઉદી કેપ્ટન
Next articleહરિયાણા-મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ વિપક્ષોએ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા જ નહિ..!!