ધનતેરસના દિવસે શેરબજારમાં નજીવો ઉછાળો નોંધાયો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે નજીવા ઉછાળા સાથે બંધ રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં આજે ૩૮ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૯૦૫૮ રહી હતી. આની સાથે જ સંવત ૨૦૭૫ના અંતે તેમાં ૦.૧૦ ટકાનો ઉછાળો રહેતા સપાટી ૩૯૦૫૮ રહી હતી. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૫૮૪ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૩૪૨ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૫૧ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૩૧૫૩ રહી હતી. યશ બેંકના શેરમાં આજે આઠ ટકાનો ઉછાળો રહ્યો હતો. જો કે, બેંકિંગના શેરમાં સાત ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. એસબીઆઈના શેરમાં સાત ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં એસબીઆઈનો નેટનફો ૩૦૧૨ કરોડ સુધી પહોંચી ગયો છે. તેમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. બ્રોડર માર્કેટમાં પણ ઉલ્લેખનીય સ્થિતિ રહી હતી. આજે કારોબાર દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં શેરદીઠ ૪૭૦ રૂપિયાનો ઉછાળો રહ્યો હતો. સેશન દરમિયાન માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. માર્કેટ મૂડી આઈસીઆઈસીઆઈ બેંકની વધીને હવે ત્રણ ટ્રિલિયનના માર્ગ સુધી પહોંચી ચુકી છે. બીજી બાજુ પિરામલ એન્ટરપ્રાઇઝના શેરમાં ૧૭નો ઘટાડો રહ્યો હતો. કંપનીએ મૂડી ઉભી કરવા માટેની જાહેરાત કરી દીધી છે. આ શેરમાં કારોબારના અંતે આઠ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. ત્યારબાદ આઈટી કાઉન્ટરોમાં પણ તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૩.૩૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી બેંકમાં એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભૌગોલિક તંગદિલી પણ જોવા મળી રહી છે. કોમોડિટીના ક્ષેત્રમાં તેલ કિંમતોમાં આજે ઘટાડો રહ્યો હતો. જો કે, સાપ્તાહિક આધાર પર તેમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે