ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર એસિડ એટેક કરતા ખળભળાટ

456

વડોદરા શહેરના કમાટીબાગ પાસે ફૂટપાથ પર રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના શરીર ઉપર એસિડ છાંટી દીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરા શહેરના કમાટીબાગ પાસેના ફૂટપાથ ઉપર સન્ની દંતાણી પત્ની ભારતી અને બે સંતાનો સાથે રહે છે. પતિ-પત્ની ગેસ ભરેલા ગુબ્બારા સહિત વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. સવારે પતિ-પત્ની વચ્ચે મજૂરીના કામ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીના શરીર પર એસિડ છાંટી દીધું હતું.

શરીર ઉપર એસિડ પડતા ભારતીએ ચિસો પાડતા પસાર થતાં લોકો દોડી ગયા હતા. અને ભારતીને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી બાજુ સ્થાનિક લોકોએ આરોપી સન્નીને પકડી રાખી પોલીસને જાણ કરી હતી. તુરંત જ પોલીસ દોડી આવી હતી. અને પત્ની ઉપર એસિડ છાંટનાર સન્ની તેમજ તેના બે માસુમ બાળકોને પોલીસ મથકમાં લઇ ગઇ હતી. પોલીસે સન્ની સામે પત્ની ઉપર એસિડ એટેકનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleપટેલ શનૈકા પૌરીનકુમારએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
Next articleહીરાના કારીગરોએ યુ ટ્યુબ વીડિયો જોઇ બનાવટી નોટો છાપી, ૫ની ધરપકડ