સાગર કોમ્પલેક્ષ પાસેથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝડપાયો

895
bvn2032018-2.jpg

શહેરના જશોનાથ સર્કલ પાસે આવેલ સાગર કોમ્પલેક્ષ પાસેથી ગઈકાલે બપોરના સમયે મોટર સાયકલની ચોરી કરનાર સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતા શખ્સને એલસીબી ટીમે વડવા વોશીંગઘાટ પાસેથી ઝડપી લીધો હતો. 
 ભાવનગર,એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્તાર માં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં વડવા,વાસણઘાટ,સનાતન ધર્મ હાઈસ્કુલ પાસે આવતાં અગાઉ વાહન ચોરીમાં પકડાયેલ ઉસ્માનગની ઉર્ફે ગની યુસુફભાઇ શેખ ઉ.વ.૨૩ રહે.ભુતનાં લીંમડા પાસે, સાંઢીયાવાડ,ભાવનગરવાળા કાળા કલરનાં હિરો હોન્ડા પેશન મો.સા. રજી.નંબર-જીજે -૦૪-બીબી ૫૮૬૮નાં મો.સા. સાથે મળી આવેલ.તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જેથી તેણે મો.સા. ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત ગણી શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. મજકુર ઇસમની પુછપરછ કરતાં ગઇકાલે બપોરનાં બે થી ચાર વાગ્યાની વચ્ચે સાગર કોમ્પ્લેકસ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

Previous articleજાફરાબાદ તા.પં.ખાતે આયોજન બેઠક મળી
Next articleસંસ્કાર ભારતી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો