ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નદ્રષ્ટાની પ્રેરણા થકી ગુજરાત સરકારની ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ અન્વયે “જ્ઞાનકુંજ” પ્રોજેક્ટ અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૫૦ જેટલી ધોરણ ૧થી ૮ની શાળાઓમાં પ્રોજક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની સુવિધા જેવા અદ્યતન ઉપકરણો દ્વારા સ્માર્ટ ક્લાસ ઉભા કરવામાં આવ્યા છે. માધ્યમથી પ્રસારિત કરવામાં આવતા શૈક્ષણિક કાર્યક્રમો પણ બાળકો નિહાળી શકે છે.
ખંભાત તાલુકામાં ધુવારણ ગામની રત્નેશ્વર પ્રાથમિક શાળામાં પણ જ્ઞાન-કુંજ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૬થી ૮માં શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે.
આ પ્રોજેક્ટને ઈ-કન્ટેન્ટ તથા ઈન્ટરનેટથી સજ્જ કરવામાં આવેલ છે. જેનાથી શિક્ષણ આપવાની પદ્ધતિમાં નવી દિશાઓ ખુલી છે, જેમકે ઇ-કન્ટેન્ટમાં ઇમેજ, વીડિયો, એનીમેશન, વર્ચ્યુઅલ લેબ, ડેમોન્સ્ટ્રેશન, પ્રવૃત્તિઓ અને સ્વ-અધ્યયન, મુલ્યાંકન અને સંદર્ભ સાહિત્ય જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે.
ઈન્ટરનેટની મદદથી યુ ટ્યુબ,ગુગલ તથા એવી બીજી ઘણી શૈક્ષણિક વેબ સાઈટની મદદથી જ્ઞાન આપવાનો વિશાળ સ્રોત ચપટી વગાડતાની સાથે ઉપલબ્ધ થયો છે.
બાઈસેગની મદદથી નવી શરૂ થયેલ શૈક્ષણિક ચેનલો “વંદે ગુજરાત” અને ડાઈરેક્ટ ટુ હોમ માધ્યમથી પ્રસારિત કરવામાં આવતા શૈક્ષણિક કાર્યક્રમો પણ બાળકો નિહાળી શકે છે.