ધનતેરસની પૂજામાં સોના-ચાંદીના વરખવાળા ૧૬૦૦ કમળ, ૨૫ દેશોની ચલણી નોટો મૂકાઈ

1493

ધનરતેરસના તહેવારથી દિવાળીના પાવન પર્વનો પ્રારંભ થયો. ધનતેરસના દિને લોકો લક્ષ્મીમાતાને રિઝવવા માટે પૂજન અર્ચન કરતા હોય છે ત્યારે રાજકોટના એક શાસ્ત્રી દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી ધનતેરસના અવસરે અનોખો લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞમાં સોના-ચાંદીના વરખ ચડાવેલા કમળ, અને દુનિયાભરની ચલણી નોટો પૂજામાં મૂકવામાં આવી હતી.

શહેરના માલવિયાનગર રોડ પર આવેલા ’વિઘ્નરાજ’ નિવાસમાં શાસ્ત્રી વિજય ભાઈ દ્વારા આ યજ્ઞ કરવામાં આવે છે. આજે આ યજ્ઞમાં સોના ચાંદીનો વરખ ચડાવેલા ૧૬૦૦ કમળ,, ૧૬૦ કિલો સુકોમેવો, બિલ્વ, કાષ્ટ, ગાયનું ધી ૧૬ સોનાના વરખ અને ૧૬ ચાંદીના વરખ સહિતનો પૂજાપો હોમવામાં આવશે.પૂજામાં જુદા જુદા દેશોની ચલણી નોટ પણ મૂકવામાં આવી છે. સામાન્ય રીતે આપણે ચલણી નોટનું પૂજન કરતા હોય છે ત્યારે આ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનામાં ડોલર, પાઉન્ડ, યૂરો સહિતની વિશ્વના ૨૫ દેશોની ચલણી નોટ મૂકવામાં આવી છે.દિવસભર આ યજ્ઞ યોજાશે અને સાંજે તેનું બિડું હોમાશે. બિડુ હોવામાયા બાદ શહેરના ૩૫૦૦ જેટલા લોકો મહાપ્રસાદ પણ લેશે. યજ્ઞમાં મૂકવામાં આવતી સામગ્રીને દર્શને આવતા લોકોને પ્રસાદના સ્વરૂપે આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધનતેરસની આ પૂજા રાજકોટના શાસ્ત્રી દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી સતત કરવામાં આવી છે જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય છે.

Previous articleઆણંદમાં ૫૦ શાળા સ્માર્ટ સ્કૂલ બની, વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર-વાઈફાઈની સુવિધા મળશે
Next articleદિપાવલી અને નૂતન વર્ષના  પર્વે નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજયપાલ