કરિયાણાની દુકાનોને ટાર્ગટ કરતી નેપાળી ગેંગનો પર્દાફાશ, ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે

1505

દિવાળી સમયે ચોરી અને અંજામ આપતી અલગ અલગ ગેંગો સક્રિય થતી હોય છે. ત્યારે શહેરમાં દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી નેપાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી મોટી સફળતા મળી છે. પોલીસે તેમની પાસેથી ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પાંચ શખ્સો એકની એક ગેંગને ઝડપી પાડવામાં આવ્યા છે. આ લોકો ટોળકી બનાવી શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. હાલ દિવાળી તહેવાર ચાલી રહ્યો છે, અને આવા સમયે ચોરી ની ઘટનોનું પ્રમાણ વધી જતુ હોય છે. સુરત પોલીસે પણ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. જે દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાન્ચ પોલિસે શહેરમાં ચોરી કરતી ૫ શખ્સોની નેપાળી ગેંગને ઝડપી પાડી છે. આ ટોળકી રાત્રે ચાઈનીઝની લારી કે ચાની કિટલી પર ચોરીનો પ્લાન બનાવતા હતા. ત્યાર બાદ ચોરીને અંજામ આપતા હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ ટોળકીની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે તેને પકડવામાં સફળતા મળી છે. ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે નેપાળી ગેંગના નવરાજસીંગ જ્યસીંગ વિશ્વકર્મા, લલીત ઉર્ફે લાલા નદું વિશ્વકર્મા, પ્રહલાદ ઉર્ફે રવિ જોગી દમાઈ, ક્રિષ્ના ઉર્ફે કિશન રામબહાદુર નેપાલી અને જીતેન્દ્ર ઉર્ફે ગોરીયા અર્જુનસિંહ તીરવાને પકડી ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા હતા.

Previous articleદિપાવલી અને નૂતન વર્ષના  પર્વે નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજયપાલ
Next articleશ્રમિકોની દિવાળી સુધરી…રાજ્યના ૬ લાખથી વધુ કામદારોને ૮૧૭ કરોડનું બોનસ ચુકવાયું