ધનતેરસ પર્વ પર આજે સવારથી મોટા પાયે ખરીદીનો માહોલ જામી ગયો હતો. આર્થિક મંદીની અસર હોવા છતાં લોકોએ આની ચિંતા કરી ન હતી અને છુટથી પોતાના માટે અને પોતાના પરિવારના સભ્યો માટે જુદી જુદી ચીજોની ખરીદી ખરી હતી. અમદાવાદ અને ગુજરાત સહિત દેશના તમામ બજારોમાં આજે સવારથી જ ધુમ રહી હતી. કંપનીઓ અને કારોબારીઓ લોકોને આકર્ષિત કરવા માટે જુદી જુદી ઓફર પહેલાથી જ કરી ચુક્યા હતા. ધરતેરસનું હિન્દુ સમુદાય માટે વિશેષ મહત્વ રહેલું છે. ધનતેરસને ધન્યવાદનો અવસર બનાવવા માટે સોના-ચાંદી સાથે જોડાયેલા મોટા એકમો અને ગોલ્ડ જ્વેલરી સાથે જોડાયેલી મોટી કંપનીઓ આકર્ષક ઓફર સાથે આગળ આવી ચુકી છે. જુદી જુદી ઓફરો હેઠળ સોના-ચાંદીની જ્વેલરીમાં છૂટ આપવામાં આવી રહી છે. ગોલ્ડ જ્વેલરી મેકીંગ ચાર્જ પર ૨૫ ટકા સુધીની છૂટ આપવામાં આવી હતી. બીજી બાજુ ડાયમંડ જ્વેલરી પર પણ જંગી છૂટ આપવામાં આવી હતી. જુદા જુદા મોલમાં આ પ્રકારની ઓફરો કરવામાં આવી હતી. ધનતેરસ પર્વની આજે દેશભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. એકબાજુ કારોબારીઓ દ્વારા ધનતેરસની વિશેષ રીતે પુજા કરવામાં આવી હતી. જ્યારે બીજીબાજુ ધનતેરસ ઉપર સોના-ચાંદીની મોટાપાયે ખરીદી કરવામાં આવી હતી. કાર્તિક માસની ત્રયોદશીને ધનત્રયોદશી કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે ધનતેરસ તરીકે વધારે લોકપ્રિય છે. દિવાળીના બે દિવસ પહેલા આ પર્વ પર માતા લક્ષ્મીની સાથે પુજા કરવાની પરંપરા છે. એમ કહેવામાં આવે છે કે આ દિવસે નવી ચીજો ખરીદવાથી સંપત્તિ ૧૩ ગણી વધી જાય છે. ધનવંતરી દેવતાઓના તબીબ તરીકે છે. જેથી તબીબો માટે આ તહેવાર વધારે મહત્વ રાખે છે. આ દિવસે સોના ચાંદી અને અન્ય પ્રકારના વાસણ ખરીદવાની વધારે પરંપરા છે. કેટલાક લોકો તો આ દિવસે ઝાડુની ખરીદી કરે છે. આ દિવસે માતા લક્ષ્મીની સાથે ધનના દેવતાની પણ પુજા કરવામાં આવતા સમૃદ્ધિમાં વધારો થાય છે.
કેટલીક માન્યતા મુજબ યમરાજની પણ પુજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી ઘરમાં આવે તો હમેંશા રોકાઇ જાય છે. ધનતેરસની આજે ભવ્ય ઉજવણી થઇ રહી છે.