સિહોર ન.પા. દ્વારા ડસ્ટબીન વિતરણ શરૂ

829
bvn2032018-5.jpg

સિહોર પાલિકામાં સ્વચ્છ અભિયાન અંગે સુકો કચરો તથા ભીના કચરા માટે ડસ્ટબીન અંદાજીત ર૦૦૦ જેટલા આવેલા છે જે ઘણા સમયથી પડતર હોય જે અંગે તત્કાલિન પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદીને સિહોર બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઈ શુક્લ અને પત્રકાર કૌશિકભાઈ વ્યાસ દ્વારા રજૂઆત કરતા પ્રમુખે તત્કાલિક નિર્ણય કરી આ પડતર ડસ્ટબીન સિહોરની બજારોમાં વેપારીઓને વિતરણ કરેલ.
ખાસ તો આ ડસ્ટબીન મેળવવા માટે પાલિકામાં પેમેન્ટ ભરી પહોંચ મેળવી ટાઉનહોલ પાછળ ગેરે વિભાગમાંથી મેળવાતી પણ ખરેખર આવો ટાઈમ વેપારીઓ કે નગરજનો પાસે ન હોવાથી આ ડસ્ટબીન ઘણા સમયથી ધૂળ ખાતા હતા જે પડ્યા પડ્યા ખરાબ થઈ જતા હોય છે અને આખરે કન્ડમ હાલતે ભંગાર બની જાય જે વાત અજયભાઈને ધ્યાને આવતા જાગૃત નાગરિક તરીકેની યોગ્ય ફરજના ભાગરૂપે ચીફ ઓફિસર તથા પ્રમુખને રૂબરૂ રજૂઆત કરતા તાત્કાલિક નિર્ણય કરવાની ખાતરી આપેલ અને ટુંક સમયમાં જ વિતરણ કરવાનું કહેલ અને જેનો આજરોજ અમલ થયેલ હતો. આ વિતરણ કાર્યક્રમમાં પ્રમુખ, કોર્પોરેટરો, ભરતભાઈ ગઢવી, આનંદભાઈ રાણા સહિત પાલિકા સ્ટાફ ઉપસ્થિત રહેલ.

Previous articleગોલ્ડન ગ્રૃપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Next articleઘોઘા ખાતે ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ