ચૂંટણીમાં પવાર અને દુષ્યંત મેન ઓફ દ મેચ તરીકે રહ્યા

1265

છેલ્લા સપ્તાહમાં ૧૯મી ઓક્ટોબરના દિવસે એનસીપીના વડા શરદ પવારની મહારાષ્ટ્રના સતારામાં રેલી યોજાવવાની હતી પરંતુ ભારે વરસાદના પરિણામ સ્વરુપે પાર્ટીના નેતા આ રેલીને રદ કરાવવા પર વિચારણા કરી રહ્યા હતા. તે જ વખતે ભારે વરસાદ અને તોફાનની દહેશત હોવા છતાં શરદ પવાર મંચ પર પહોંચી ગયા હતા અને કહ્યું હતું કે, એનસીપીને વરુણ રાજાના આશીર્વાદ મળી રહ્યા છે. આનાથી રાજ્યમાં ચમત્કાર થશે અને ૨૧મી ઓક્ટોબરથી આની શરૂઆત થશે. ૭૯ વર્ષના શરદ પવારની મહેનત રંગ લાવી છે અને સતારા લોકસભા પેટાચૂંટણીમાં ભાજપને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. શરદ પવારે સતારા પહોંચીને પ્રજાના આશીર્વાદ પણ મેળવી લીધો છે. મહારાષ્ટ્રમાં બહુમતિ ભલે ભાજપ અને શિવસેનાને મળી છે પરંતુ શરદ પવાર અસલી હિરો તરીકે ઉભરી આવ્યા છે જ્યારે શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજે ભોંસલેએ ચૂંટણીથી થોડાક સમય પહેલા જ સાંસદ તરીકે રાજીનામુ આપ્યુ ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે, ભાજપને લઇને મરાઠા ફિકેશનની સ્થિતિ થઇ રહી છે. પવાર માટે આ એક મોટો ફટકો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ દાવો કર્યો હતો કે, ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં પવારની રાજનીતિમાં યુગનો ખાત્મો થશે. એનસીપીના સાથી પક્ષ કોંગ્રેસ પાર્ટીએ પણ મહારાષ્ટ્ર ચૂંટણીથી પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અહીં કોઇપણ રેલી કરી ન હતી. રાહુલ ગાંધીએ પાંચ રેલી કરી હતી. આટલી ઓછી તાકાત લગાવવામાં આવી હોવા છતાં શરદ પવાર અને કોંગ્રેસ પાર્ટીને મહારાષ્ટ્રમાં અપેક્ષા કરતા વધારે સફળતા હાથ લાગી છે. શરદ પવારની એનસીપીએ ૫૪ સીટો જીતીને સપાટો બોલાવ્યો છે. શિવસેનાએ પણ કબૂલાત કરી છે કે, શરદ પવારે ચૂંટણીમાં સૌથી લાંબી છલાંગ લગાવી છે. ૭૯ વર્ષની વયમાં શરદ પવારે એકલા હાથે પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું હતું.  જમીન ઉપર ઉતરીને વ્યૂહાત્મક આક્ષેપબાજીનો જવાબ આપ્યો હતો અને હવે તેમની મહેનત પણ દેખાઈ આવી છે.

મહારાષ્ટ્રમાં જોરદાર દેખાવ સાથે શરદ પવાર ફરી એકવાર ચૂંટણી મેદાનમાં આવી ગયા છે. સરકાર કોઇપણ બનાવે પરંતુ આ વખતે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મેન ઓફ દ મેચ તરીકે શરદ પવાર અને દુષ્યંત ચૌટાલા રહ્યા છે.

Previous articleહરિયાણામાં ૯૦ સભ્યો પૈકી ૮૪ કરોડપતિ છે : એડીઆર
Next articleગોપાલ કાંડાથી ટેકો નહીં લેવા માટે ઉમાની ભાજપને સલાહ