ચૂંટણી ઉપર નજર રાખનાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ પોતાના મૂલ્યાંકનમાં જ કહ્યું છે કે, હરિયાણામં ચૂંટાયેલા ૯૦ ધારાસભ્યો પૈકી ૮૪ ધારાસભ્યો કરોડપતિ છે. એડીઆર રિપોર્ટ મુજબ વિધાનસભામાં ૯૦માંથી ૭૫ ધારાસભ્યોની સંપત્તિ એક કરોડથી વધારે છે. આનો મતલબ એ થયો તે કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં ૧૦ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. ભાજપના ૪૦માંથી ૩૭, કોંગ્રેસના ૩૧માં ૨૯ ધારાસભ્યો કરોડપતિ છે. નવી પાર્ટી જનનાયક જનતા પાર્ટીના તમામ ૧૦ ધારાસભ્યો કરોડપતિ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા ૭૫ હતી. હરિયાણામાં ૯૦ ધારાસભ્યોમાંથી ૮૪ ધારાસભ્યો કરોડપતિ રહ્યા છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઇને તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. એડીઆર રિપોર્ટ મુજબ હરિયાણામાં પ્રતિ વર્તમાન ધારાસભ્યોની સંપત્તિની સરેરાશ ૧૮.૨૯ કરોડ રૂપિયા છે જ્યારે ૨૦૧૪માં આ ૧૨.૯૭ કરોડ રૂપિયા હતી. એડીઆરના મુલ્યાંકન મુજબ ભાજપના ૪૦માંથી ૩૭ ધારાસભ્ય કરોડપતિ છે. દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીના ૧૦ ધારાસભ્યો સૌથી અમીર છે. તેમની સરેરાશ સંપત્તિ ૨૫.૨૬ કરોડ રૂપિયા છે. રિપોર્ટ મુજબ ૫૭ ધારાસભ્યોની વય ૪૧થી ૫૦ વર્ષની વચ્ચે છે. ૬૨ ધારાસભ્યોની પાસે સ્નાતક અને તેનાથી ઉપરની ડિગ્રી છે. રિપોર્ટ મુજબ ૯૦ ધારાસભ્યોમાંતી ૧૨ ઉપર અપરાધિક કેસ ચાલી રહ્યા છે જ્યારે હાલની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જે અપરાધિક રેકોર્ડ ધરાવે છે તેમની સંખ્યા નવ હતી. આનો મતલબ એ થયો કે, અપરાધિક મામલાનો સામનો કરી રહેલા ચાર કોંગ્રેસના, બે ભાજપના અને એક જેજેપીમાંથી છે. આ વખતે હરિયાણામાં પાર્ટીની સ્થિતિ અપેક્ષા કરતા નબળી રહી છે. ભાજપે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં આંશિકરીતે ઓછી સીટો જીતી છે.
છેલ્લી ચૂંટણીમાં પોતાની તાકાત ઉપર બહુમતિ સાથે સરકાર બનાવનાર ભારતીય જનતા પાર્ટીને આ વખતે ૪૦ સીટો મળી છે જ્યારે કોંગ્રેસને ૩૧ સીટો મળી છે. જનનાયક પાર્ટીને ૧૦ સીટો હાથ લાગી છે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મને લઇને મૂલ્યાંકન જારી કરવામાં આવ્યા છે. હરિયાણામાં ૮૪ ધારાસભ્યો કરોડપતિ છે.