વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કુલ સિહોર દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ

523

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે તા-૨૩/૧૦/૧૯ને બુધવારના રોજ શાળા પરીવારના તમામ સભ્યોને દિવાળીની શુભકામના સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી.સંચાલક  પી.કે.મોરડીયાને એક વિચાર આવ્યો કે મોટા – મોટા મહેમાનોને સ્ટેજ પર બેસાડી તેમના વરદ હસ્તે સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ છે! પરંતુ કોઈ નાના વ્યક્તિ કે સેવક સમુદાય (પ્યુન) ને સ્ટેજ પર મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરી તેમના વરદ હસ્તે શાળાના શૈક્ષણિક, બિન શૈક્ષણિક તેમજ શાળાને સહભાગી થનાર અન્ય વ્યક્તિઓનું સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ ન હોય પરંતુ શાળા દ્વારા આ નાનાં વ્યક્તિઓના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો.

Previous articleસફળતા પામવાનો રાજમાર્ગ : પુરુષાર્થ
Next articleભાવનગર શિશુવિહાર સંસ્થા માં વાર્ષિક સ્નેહ મિલીન યોજાયું