મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે.
તદઅનુસાર તેઓ તા.૨૫-૧૦-૨૦૧૯ થી તા.૩૦-૧૦-૨૦૧૯ સુધી ભાવનગર ખાતેના સ્થાનિક કાર્યક્રમમા હાજરી આપશે, રાત્રી રોકાણ ભાવનગર કરશે, તા.૩૧-૧૦-૨૦૧૯ના રોજ સવારે ૭ઃ૦૦ કલાકે ક્રેસંટ, ગાંધીસ્મૃતિ સર્કલ ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિન અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમમા હાજર રહેશે. સાંજે ૪ઃ૦૦ કલાકે આ જ સ્થળે યોજાનારા પોલીસ વિભાગની માર્ચ પાસ્ટમા ઉપસ્થિત રહેશે. અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે. તેમ માનનિય મંત્રીના અંગત મદદનીશ કે.કે.પટેલના ફેક્સ સંદેશામા જણાવવામા આવ્યુ છે.